Hu to Bolish | હું તો બોલીશ | ખાડા પૂરાવો રાજ
અમરેલી પાલિકાના પાપે જનતા થઇ રહી છે પરેશાન. શહેરના મધ્ય ભાગે આવેલી સિવિલ હોસ્પિટલના પાછળના ભાગમાં આવેલો રોડ અતિ બિસ્માર છે..ભાજપના નેતા ભરત કાનાબારે પણ સોશલ મીડિયા પર આ રોડને લઇ કટાક્ષ કર્યો હતો..આ મુખ્ય રસ્તા પર જિલ્લાની બ્લડ બેન્ક તથા મેડિકલ કોલેજ આવેલી છે..હજારો લોકો અહીંથી પસાર થાય છે. લાઠી અને બાબરા વિસ્તારમાંથી સારવાર લેવા આવતા દર્દીઓને પણ આ રસ્તાઓનો ઉપયોગ કરે છે..પરંતુ વર્ષોથી આ રોડ બિસ્માર છે..એમાંય ચોમાસા દરમિયાન તો એવી સ્થિતિ સર્જાઇ છે કે, અહીં રોડ છે કે નહીં તે કહેવું મુશ્કેલ બન્યું છે...ભાજપ શાસિત પાલિકાના નબળા વહીવટ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો.
જૂનાગઢ જિલ્લાના નાગલપુર ગામમાં ભારે વરસાદને પૂર આવ્યું હતું...અને પૂરથી ગામનો પુલ તૂટી ગયો. એવામાં માણાવદરના ભાજપ ધારાસભ્ય અરવિંદ લાડાણી અને જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મર સ્થિતિની સમીક્ષા કરવા નાગલપુર ગામમાં પહોંચ્યા....આ સમયે બંને મહાનુભાવોને ગ્રામજનોના રોષનું ભોગ બનવું પડ્યું...જિલ્લા પંચાયતના પ્રમુખને ઘેરી ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરી. આ સમયે ધારાસભ્ય માવો મસળીને મોઢામાં પધરાવતા જોવા મળ્યા. જો કે, જિલ્લા પંચાયતના પ્રમુખનું કહેવું છે કે, રજૂઆત કરનાર એક વ્યક્તિ જાણીજોઈને ઉગ્રતાથી રજૂઆત કરતો હતો અને તે આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો છે.....