(Source: ECI/ABP News/ABP Majha)
Hun To Bolish | હું તો બોલીશ | જીવતા બોંબ
અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગેરકાયદેસર વેચાણ અને સંગ્રહ કરનારાઓ વિરુધ્ધ કામગીરી હાથ ધરી. પરવાનગી વગર ફટાકડાનું વેચાણ કરતા પાંચ વ્યક્તિની ધરપકડ કરી. આ તમામ હાથીજણ વિસ્તારમાં ડોમ બનાવી ફટાકડાનું વેચાણ કરતા હતા. ફટાકડાના ડોમ અને ગોડાઉનમાં ફાયર સેફ્ટીના સાધનો પણ ન હતા .સ્ફોટક પદાર્થ અધિનિયમ હેઠળ ગ્રામ્ય એસઓજીઓ કાર્યવાહી કરી.
મહેસાણાના કડીમાં પોલીસે ફટાકડા ગોડાઉન પર મોટી કાર્યવાહી કરી. વિવિધ વિસ્તારોમાં મંજૂરી વિનાના અને ફાયર સેફ્ટી વિનાના 8થી વધુ ફટાકડા ગોડાઉન ઝડપી પાડ્યા. કડી પોલીસને બાતમી મળી હતી કે, મંજૂરી વિનાના ફટાકડાના ગોડાઉન ભરેલા છે. જેથી પોલીસે રેડ કરી તો 8 ગોડાઉનમાં લાખો રૂપિયાના ફટાકડા ભરેલા હતા. આઠેય ગોડાઉનના અલગ અલગ માલિક છે. અમારી ટીમ અહીં પહોંચી તો એક ગોડાઉનના માલિકે કબૂલ્યું કે, કોઈ પણ જાતની મંજૂરી વિના ફટાકડાના ગોડાઉન બનાવી તેમા ફટાકડાનો સંગ્રહ કરવામાં આવતો હતો.
સુરતના પલસાણા તાલુકાના જોળવા વિસ્તારમાંના મકાનમાંથી મોટા પાયે ફટાકડાનો જથ્થો મળી આવ્યો. અહીં કોઈ પણ જાતના લાયસન્સ કે પરમીટ વગર ફટાકડાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો. પોલીસે અલગ અલગ કંપનીના 72 લાખથી વધુની કિંમતના ફટાકડા ઝડપી પાડ્યા.પોલીસે ઘટના સ્થળેથી 2 ટેમ્પા અને ત્રણ આરોપીની ધરપકડ કરી.