Hun To Bolish : હું તો બોલીશ : abp અસ્મિતા IMPACT
એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમમાં પ્રસારિત કરેલા બે અહેવાલની જબરદસ્ત અસર વર્તાઈ. પહેલા વાત કરીએ સુરતની. સુરતમાં ઉધના બાદ હવે લિંબાયતમાં તપેલા ડાઈંગ પર દરોડા.. 37 તપેલા ડાઈંગ સીલ કરાયા. ગેરકાયદે રીતે મનપાની ડ્રેનેજ લાઈનમાં કેમિકલયુક્ત પાણી છોડનારા એકમો પર તવાઈ બોલાવવામાં આવી છે. એબીપી અસ્મિતાએ તપેલા ડાઈંગ પરના દરોડાનો આ અહેવાલ પ્રસારિત કર્યો હતો.
આ તરફ બે દિવસ પૂર્વે હું તો બોલીશ કાર્યક્રમમાં સુખી કેનાલનો અહેવાલ પ્રસારિત કર્યો હતો. એબીપી અસ્મિતાના અહેવાલની ગંભીર નોંધ લેવામાં આવી અને તપાસના આદેશ કરાયા. એબીપી અસ્મિતાના અહેવાલ બાદ રવિવારના જ અધિકારીઓએ સ્થળ મુલાકાત કરી અને પાઈપલાઈનના સમારકામની કામગીરી હાથ ધરાઈ. જો વરસાદ રોકાઈ જશે તો 15 દિવસમાં કામ પૂર્ણ થવાની સિંચાઈ વિભાગના ડેપ્યુટી ઈજનેરજે.ડી.રાણપરાએ ખાતરી આપી.





















