Hun To Bolish : હું તો બોલીશ : ભર ઉનાળે માવઠું
આજથી પાંચ દિવસ રાજ્યના ખેડૂતો માટે ભારે છે. ભર ઉનાળે કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ; અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં ગરમીથી રાહત મળશે. વરસાદને લઈ અલગ અલગ શહેરોમાં ઓરેન્જ અને યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે.. આજે વહેલી સવારથી જ અલગ અલગ શહેરોમાં કરા સાથે વરસાદ ખોબક્યો. તો મહીસાગરમાં વીજળી પડતા બે પશુઓના મોત નીપજ્યા છે. સૌથી વધુ કમોસમી વરસાદ બનાસકાંઠામાં જોવા મળ્યો. 6 મેએ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે... 7 મે કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગે પહેલેથી જ કમોસમી વરસાદની આગાહી કરી હતી. તેમ છતા યાર્ડના સત્તાધીશોના અણઘડ વહીવટને કારણે જણસી પલળી ગઈ છે. બનાસકાંઠાના દાંતીવાડાના પાંથાવાડા માર્કેટયાર્ડમાં બહાર મૂકેલી જણસી પલળી ગઈ. એક હજારથી વધારે એરંડાની ગુણી અને રાયડાની જણસી પલળી જતા ખેડૂતને ભારે નુકસાન થયું છે. દાંતીવાડાના સોડાપુર ગામે પણ બાજરીનો તૈયાર પાક પલળી ગયો. ઈકબાલગઢના ખેડૂતોના શક્કર ટેટીના પાકને પણ નુકસાન પહોંચ્યું છે. ક તો આ તરફ વિરમગામ APMCમાં પણ રાખવામાં આવેલ જણસ પણ પલળી છે. ડાંગર, કપાસ, ઘઉંનો પાક પલળી જવાથી મોટુ નુકાસન થયું છે... તો અરવલ્લીમાં પણ ભિલોડા યાર્ડમાં રાખેલો અનાજનો જથ્થો પલળી ગયો.





















