Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારના આંબા?
મહેસાણામાં લખપતિ દીદી અંતર્ગત મનરેગા બાગાયત યોજનામાં આંબા ખરીદીના ખોટા બિલ મૂકાયાના લાગ્યા છે આરોપ.....ખેરાલુ તાલુકાના ડભાડ...લુણવા...મંડાલી...સમોડા...સાકરી સહિતના 7 જેટલા ગામના 80 લાભાર્થી ખેડૂત મહિલાને બાગાયતી યોજના અંતર્ગત 400 આંબાનું વાવેતર કરવાનું હતું....એક મહિલા લાભાર્થીએ એક લાખ રૂપિયાના આંબાની ખરીદી કરી તેનું નિયમ મુજબનું બિલ મનરેગામાં મૂકવાનું હતું....પરંતુ અહીં લાભાર્થીને ખબર જ નથી કે, ક્યારે આંબા ખરીદાય ગયા અને ક્યારે આંબાનું બિલ મનરેગામાં મૂકાઈ ગયું....મનરેગાના અધિકારીઓએ લખપતિ દીદી યોજનામાં બારોબાર લખપતિ થવાનો કારસો રચી નાખ્યો...લાભાર્થીઓનું કહેવું છે કે, અમે આંબા ખરીદ્યા નથી...અધિકારીઓએ બારોબાર આંબા ખરીદી નાખ્યા...અને બિલ પણ મૂકી દીધા...1 લાખ રૂપિયા જે મળવાના હતા તે નથી મળ્યા....આવો સાંભળી લઈએ લાભાર્થી બહેનોનું શું કહેવું છે...
જ્યારે અમે આ અંગે તાલુકા વિકાસ અધિકારીને પૂછ્યું તો, તેમનું કહેવું હતું કે, આંબા ખેડૂતોએ જાતે ખરીદ્યા છે....ખેરાલુ તાલુકા સાત ગામોમાં 80 લાભાર્થીને 80 લાખના મનરેગા બાગાયત લાભ અપાયો છે...પણ કેટલાક ખેતરોમાં આંબા સૂકાઈ ગયા છે....





















