Hun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?
સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના કઠાડા ગામ પાસે દારૂ ભરેલી ગાડીને રોકવા જતાં અકસ્માતમાં સ્ટેટ મોનિટરિંગ સેલના PSI જાવેદ પઠાણનું થયું મૃત્યુ. ગઈકાલે સાંજે PSI પઠાણને મળી હતી બાતમી કે, દારૂ ભરેલી એક ક્રેટા કાર દસાડા-પાટડી રોડ પરથી પસાર થવાની છે. PSI પઠાણ 3 ટીમ બનાવી તપાસ માટે ત્યાં પહોંચ્યા હતા. એક ટીમ સાથે PSI પઠાણ કઠાડા ગામ પાસે રસ્તો બ્લોક કરીને ઉભા હતા. આ સમયે ત્યાંથી ક્રેટા કાર. ટ્રેલરની બાજુમાંથી પસાર થઈ. ક્રેટા કારને રોકવા જતાં તે રોકાઈ નહીં. આ સમયે ટ્રેલરના પાછળના ભાગે સ્ટેટ મોનિટરિંગ સેલની જ ફોર્ચ્યૂનર કાર આવી. ફોર્ચ્ચૂનર કારની લાઈટ જોઈ PSI પઠાણ બચવા જતાં ટેલરના પાછળના ભાગે અથડાયા. સાથે જ તેમની ટીમમાં સામેલ હેડ કૉન્સ્ટેબલ પણ રોડની બાજુમાં ફંટાયો. PSI પઠાણને માથાના ભાગે ગંભીર ઈજા થતાં પહેલાં દસાડાના આરોગ્ય કેન્દ્ર પર સારવાર માટે ખસેડાયા. બાદમાં વીરમગામ સરકારી હોસ્પિટલે લવાયા. જ્યાં તેમનું મૃત્યુ થયું. PSI પઠાણ અમદાવાદમાં તેમના પરિવાર સાથે રહેતા. પરિવારમાં માતા-પિતા. પત્ની અને બે સંતાનો છે. PSI જાવેદ પઠાણના મોતના સમાચાર સાંભળી પરિવારમાં શોક છવાયો. અમદાવાદમાં ગાર્ડ ઑફ ઓનર સાથે તેમને અંતિમ વિદાય અપાઈ.. આ સમયે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાય અને ACP નીરજ બડગુજર હાજર રહ્યા.