(Source: ECI/ABP News/ABP Majha)
Hun To Bolish | હું તો બોલીશ | વ્યાભિચારના બોક્સ
સુરતમાં કોફી શોપની આડમાં ફરી કપલ બોક્સ ધમધમતા થયા. લિંબાયતમાં 21 વર્ષના યુવકે 15 વર્ષીય સગીરા પર કોફી શોપમાં બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું. ડરેલી સગીરાએ માતાને જાણ કરતા આખો ભાંડો ફૂટ્યો. ગોડાદરામાં વી.આર કોફી શોપનો સંચાલક રવિન્દ્ર ઉર્ફે સોનુ નવલ પાટીલ કોફી શોપની આડમાં કપલ બોક્સ ચલાવતો હતો. અને કોફી શોપમાં આવતા કપલ પાસે 1 કલાકના 300 રૂપિયા વસુલતો હતો. અને બધી વ્યવસ્થા કરી આપતો હતો. ગોડાદરા પોલીસે ફરિયાદના આધારે શ્રીજી આર્કેડમાં તપાસ કરી તો કપલબોક્સ ચાલતું હતું. પોલીસ તપાસમાં બંધ કપલ બોક્સમાંથી મહિલા અને પુરુષ મળી આવ્યા. પોલીસે દુષ્કર્મ કેસમાં કોફી શોપના સંચાલક રવિન્દ્ર પાટીલની ધરપકડ કરી.
16 ફેબ્રુઆરી 2022માં સુરતમાં કોફી શોપ, હોટલો, કાફે, રેસ્ટોરંટની આડમાં ચાલતા કપલબોક્સ પર સુરત પોલીસ કમિશ્નરે પ્રતિબંધ મૂકી દીધો હતો. આ બદીને કારણે મૃત્યુ, રેપ, અને બ્લેકમેઈલીંગના બનતા કિસ્સાઓને ધ્યાને લઈ તેના નિવારણ માટે તત્કાલિન પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક જાહેરનામુ બહાર પાડ્યું હતું. તેમણે શહેરી વિસ્તારમાં કોફીશોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટો, વગેરે જગ્યાઓએ એકાંતમાં બેસી કોઈ જોઈ ન શકે તેવી બંધ જગ્યા કપલ બોક્સ કે કેબિન બનાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ઉપરાંત કોફીશોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટ્સ, વગેરે જેવી જગ્યાએ સ્પષ્ટ રીતે દેખાય તેવી બેઠક વ્યવસ્થા રાખવા અને આવી તમામ જગ્યાઓએ CCTV કેમેરા લગાડવાનો સ્પષ્ટ નિર્દેશ જાહેર કર્યા હતા. આ સાથે ASI અને તેનાથી ઉપરના દરજજાના કોઈ પણ પોલીસ અધિકારીઓને જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા માટે અધિકૃત કર્યા હતા.