Hun To Bolish: હું તો બોલીશ : કરપ્શન કરવાનું પણ 'ફિક્સ'?
Hun To Bolish: હું તો બોલીશ : કરપ્શન કરવાનું પણ 'ફિક્સ'?
ફિક્સ પગારમાં કામ કરતા કર્મચારીઓ એક તરફ ફિક્સ પે નાબૂદ કરવા લાંબા સમયથી ઝુંબેશ ચલાવી રહ્યા છે....બીજી તરફ કરપ્શન એટલે કે કાળી કમાણી કરતા હોય તેવું પ્રસ્થાપિત થાય તે મુજબની ચેટ સોશલ મીડિયામાં વાયરલ થઈ છે....ટીમ રિમૂવ ફિક્સ પે નામના ટેલિગ્રામના ગ્રુપમાં ફિક્સ પગારદારો પૈકીના ભ્રષ્ટાચારી કર્મચારીઓની પોલ ખુલી છે... ગ્રુપમાં વિજય પટેલ નામના કર્મચારીએ લખ્યું કે આપણા કોઈપણ મિત્રએ હાલમાં કરપ્શન કરવુ નહીં....સરકાર આપણા પર નજર રાખીને જ બેઠી છે....કોઈપણ મિત્ર કરપ્શન કરતા પકડાશે તો સીધા જ ડિસમિસ જ થશે તે યાદ રાખવું....ગ્રુપમાં એવું પણ લખાણ છે કે, આજે જયદીપ ચાવડા કરપ્શન કરતા પકડાયા છે એ યાદ રાખજો મિત્ર....તો આ ગ્રુપના અન્ય એક સભ્યએ એવું પણ લખ્યુ કે, હમણાં કરપ્શન કરતા નહીં....આ વાત ચારેય તરફ ફેલાઈ ગઈ છે....માટે તાત્કાલિક બધા આ ગ્રુપમાંથી લોગ આઉટ થઈ જાવ....રાજપૂત ભરતસિંહ નામના ગ્રુપ મેમ્બરે તો એવુ પણ લખાણ લખ્યુ કે, ડરી થોડુ જવાનું હોય...આપડે ભારતીય છીએ... આતંકવાદી નહિ... વિજય પટેલે ફરી લખ્યું તમને ડર ના હોય તો કરો બધા કરપ્શન બીજું શું હોય... હું હમણાં કરપ્શન કરીશ જ નહીં... તમારે બધાએ કરપ્શન કરવું હોય તો કરજો...ટીમ રિમૂવ ફિક્સ પેના ગ્રુપમાં વાયરલ થયેલ ચેટને લઈને ટીમના કન્વીનરે પ્રતિક્રિયા આપી કે ટેલિગ્રામનું ગ્રુપ છે, કોઈપણ વ્યક્તિ ગ્રુપમાં જોડાઈ શકે છે.. કરપ્શન અંગેની ચેટ કોની છે તે અમને ખબર નથી...
18 ઓક્ટોબર 2023માં સરકારે ફિક્સ પેમાં 30 ટકાનો વધારો કર્યો હતો....ફિક્સ-પગાર આધારિત 61,560 કર્મચારીઓને આનો લાભ મળ્યો હતો....4400 ગ્રેડ પે ધરાવતા વર્ગ-3ના ફિક્સ પે કર્મચારીઓનો પગાર 38 હજારથી વધીને 49 હજાર 600 થયો હતો.....તો 4200 અને 2800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પગાર 40 હજાર 800 થયો હતો.... આ ઉપરાંત 2400, 2000, 1900 અને 1800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પગાર 19 હજાર 950થી વધીને 26 હજાર થયો હતો... આવી જ રીતે 1650થી 1300 ગ્રેડ પે વાળા કર્મચારીઓનો પગાર 21 હજાર 100 થયો હતો...





















