Hun To Bolish : હું તો બોલીશ : દારૂડિયાઓ વિરુદ્ધ મહિલાઓ રણચંડી !
પહેલા દારૂડિયાઓનો કરાયો ઘેરાવ. બાદમાં ચખાડાયો મેથીપાક.. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વીડિયો છે ભાવનગરના તળાજા તાલુકાના કંટાળા ગામનો. દારૂનું દૂષણ દૂર કરવા ગામના મહિલા સરપંચની આગેવાનીમાં ગ્રામજનોએ હલ્લાબોલ મચાવ્યો.. દારૂડિયાઓને મેથીપાક ચખાડી પોલીસને જાણ કરી. પોલીસે દારૂડિયાઓની અટકાયત કરી. બે દિવસ પહેલાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વાયરલ..
દારૂના દુષણને ડામવા ભાવનગર જિલ્લામાં જનતા રેડ. બે દિવસ અગાઉ તળાજા તાલુકાના કંટાળા ગામે મહિલા સરપંચ અને ગ્રામજનોએ જનતા રેડ કરી. દારૂના દુષણને ડામવા માટે રણચંડી બનેલી મહિલાઓએ દારૂડીયાઓને જાહેરમાં જ મેથીપાક ચખાડ્યો. સમગ્ર ગામના લોકોએ એક થઈને દારૂનું વેચાણ કરનારાઓને ખુલ્લા પાડ્યા. એટલુ જ નહીં. નશેડીઓને જોરદાર મેથીપાક પણ ચખાડ્યો. બાદમાં ગ્રામજનોએ પોલીસને જાણ કરી. પોલીસે પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને દારૂડીયાઓની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી.





















