Hun To Bolish : હું તો બોલીશ : ગઝની કોણ?
વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ 31 તારીખે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ત્યારે આજે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યું. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે વિશાળ જનમેદની સાથે શોભાયાત્રા યોજી પ્રાંત કચેરી પર ઉમેદવારી ફોર્મ ભર્યું. કિરીટ પટેલના ઉમેદવારી ફોર્મ ભરતા સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જયેશ રાદડીયા સહિતના પ્રદેશ ભાજપના નેતાઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. કિરીટ પટેલ હાલ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેનની જવાબદારી નિભાવી રહ્યા છે.. કિરીટ પટેલ વર્ષ 2009થી 2015 સુધી જૂનાગઢ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ રહ્યા. જ્યારે વર્ષ 2015થી 2025 સુધી કિરીટ પટેલ જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખની જવાબદારી નિભાવી હતી. તો બીજી તરફ કૉંગ્રેસના નીતિન રાણપરીયાએ ઉમેદવારી નોંધાવી.. હાલ ભેંસાણ કૉંગ્રેસ તાલુકાના પ્રમુખ અને લેઉવા પાટીદાર સમાજના નીતિન રાણપરીયાએ વિસાવદર પ્રાંત કચેરી પર પરેશ ધાનાણી, ઈન્દ્રનિલ રાજ્યગુરૂ અને વશરામ સાગઠીયાની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યુ.





















