Hun To Bolish | હું તો બોલીશ | કઈ જ્ઞાતિને કેટલી અનામત?
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર કે જેમણે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો છે. અને દાવો કર્યો છે કે, ગુજરાતમાં OBC અનામતના લાભોમાં મોટી અસમાનતા છે. ગેનીબેન ઠાકોરના અનુસાર, OBCમાં 146 જાતિઓનો સમાવેશ થાય છે અને 27 ટકા અનામત મળે છે. જો કે, 27 ટકા અનામતમાંથી 90 ટકાથી વધુ લાભ તો માત્ર પાંચ-દસ જાતિઓ જ લઈ લે છે. જ્યારે અન્ય જાતિઓને એક-બે ટકા જ લાભ મળે છે. ગેનીબેન ઠાકોરે માગ કરી કે, OBCને મળતા 27 ટકા અનામતમાંથી છેલ્લા 20 વર્ષમાં કઈ જાતિને કેટલો લાભ મળ્યો તેનો સર્વે કરી. OBC અનામતને બે ભાગમાં વહેંચવામાં આવે. જે જાતિઓને લાભ નથી મળ્યો તેને 27માંથી 20 ટકા અનામતનો લાભ આપવામાં આવે. જે જાતિઓને વધુ લાભ મળ્યો. તેને 7 ટકા અનામતનો લાભ આપવામાં આવે.





















