Hun To Bolish: હું તો બોલીશ: જંકફૂડમાં ઝેર
તેલંગાણા સરકારે બુધવારે ખાદ્ય સુરક્ષાની ચિંતાઓને કારણે કાચા ઈંડામાંથી બનેલા મેયોનીઝ પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો. હૈદરાબાદમાં મોમોઝ ખાવાથી એક મહિલાનું મૃત્યુ અને અન્ય 15 લોકો બીમાર પડ્યા બાદ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. તેલંગાણાના ફૂડ સેફ્ટી કમિશનરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "છેલ્લા કેટલાક મહિનામાં મળેલા અવલોકનો અને ફરિયાદો પરથી જાણવા મળ્યું છે કે કાચા ઈંડામાંથી બનેલી મેયોનીઝના સેવનથી ફૂડ પોઈઝનિંગ થઈ રહ્યું છે." જેના કારણે કાચા ઈંડાનો ઉપયોગ કરીને બનાવેલ મેયોનીઝના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર એક વર્ષમાં માટે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો. લોકોના સ્વાસ્થ્ય માટે તેલંગણા સરકારે આ નિર્ણય લીધો છે.
જો તમે મેયોનીઝનું વધારે માત્રામાં સેવન કરો છો તો તમારું બ્લડ શુગર લેવલ ઝડપથી વધી શકે છે. મેયોનીઝમાં ઓમેગા-6 ફેટી એસિડ પણ મોટી માત્રામાં હોય છે. આ જ કારણ છે કે, તેને વધુ પડતું ખાવાથી તમારું બ્લડ પ્રેશર અચાનક વધી શકે છે. મેયોનીઝ ખાવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. તેમાં ઘણી બધી ચરબી પણ હોય છે. તેથી, તેનું વધુ સેવન કરવાથી તમારું વજન વધી શકે છે અને જો તમે સાવચેત ન રહો તો તમે સ્થૂળતાનો શિકાર પણ બની શકો છો.