Hun To Bolish : હું તો બોલીશ : મહિલાઓને ખતરો કોનાથી?
સ્ત્રી, પુરુષ સમોવડી હતી, છે અને રહેશે. પણ આ તમામની વચ્ચે આધુનિક જમાનો આવ્યો છે, અને આધુનિક જમાનાની અંદર તમામ માટે સ્વતંત્રતા મહત્વની પણ છે. પણ આ સ્વતંત્રતાની વચ્ચે કેટલાક એવા મુદ્દા બને છે જે વિવાદનું કારણ બને છે, પણ એનાથી વિશેષ ચર્ચાનું પણ કારણ બને છે. કારણ કે વિવાદ એમને મુભા નથી થતા, અને દરેક મુદ્દો વિવાદાસ્પદ છે એમ કને સાઈડમાં મૂકવો ન જોઈએ. તે મુદ્દે પ્રમાણિક ચર્ચા થવી જોઈએ.
આજે ચર્ચા ઉત્તરપ્રદેશના મહિલા આયોગે મૂકેલા એક પ્રસ્તાવને લઈને છે. ઉત્તરપ્રદેશમાં મહિલા આયોગે એક પ્રસ્તાવ મૂક્યો છે, અને પ્રસ્તાવ પ્રમાણે સાર્વજનિક સ્થાન પર મહિલાઓની સુરક્ષાને લઈ કેટલાક દિશા નિર્દેશ પણ મૂકવામાં આવે છે. પ્રસ્તાવની અંદર કહેવાયું છે કે પુરુષ દર્જીઓએ મહિલાઓનું માપ ન લેવું. એટલે કે, મહિલાઓ જ્યારે કપડા સીવડાવા જાય છે ત્યારે જે માપ આપવામાં આવે છે,માપ લેવા વાળા વ્યક્તિ પુરુષ ન હોવા જોઈએ. ટેલરિંગની શોપ ઉપર મહિલાનું કપડાનું માપ લેવાવાળા વ્યક્તિ સ્ત્રી હોવી જોઈએ. આ એક પહેલો પ્રસ્તાવ છે.
બીજો પ્રસ્તાવ એવો છે કે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, એમ પણ કહ્યું છે કે યોગા સેન્ટર હોય કે ફિટનેસ સેન્ટર, યોગા અને ફિટનેસ સેન્ટર ઉપર યોગા ટ્રેનર અને ફિટનેસ ટ્રેનર જ્યાં મહિલા ટ્રેનિંગ લે છે ત્યાં મહિલા જ હોવી જોઈએ. અને એ પાછળનો આશય એવો કહેવામાં આવ્યો છે કે આના કારણે એક તો મહિલા ટ્રેનર અને યોગા ટ્રેનર તરીકે અને ફિટનેસ ટ્રેનર તરીકે રોજગારી પણ વધશે, સાથે મહિલાઓ સાથે કોઈપણ પ્રકારની શારીરિક છેડછાડ નહીં થાય.