Hun To Bolish : હું તો બોલીશ : જીવનું જોખમ !
રાજ્યમાં ચાર પગના આતંકથી સ્થાનિકોના જીવનું જોખમ ઉભું થયું છે. ક્યાંક રઝળતા ઢોરનનો ત્રાસ. ક્યાંક વાનરોનો આતંક. તો ક્યાંક ખુંખાર વન્યજીવોનો હુમલો. રાજ્યમાં છેલ્લા એક મહિનામાં આવી અનેક ઘટનાઓ બની જેમાં રઝળતા ઢોર,વાનરો,દીપડા,સિંહના હુમલામાં લોકોએ જીવ ગુમાવ્યો હોય અથવા તો ગંભીર રતે ઈજાગ્રસ્ત થયા હોય. 23 જૂને આણંદમાં રખડતા ઢોરે એક મહિલા પર જીવલેણ હુમલો કર્યો. ઢોરે શિંગડુ મારી મહિલાને જમીન પર પાડી, પગ નીચે કચડી. આસપાસથી સ્થાનિકો દોડી આવ્યા અને મહામહેનતે મહિલાને બચાવી. ઘટનાના હચમચાવી દેતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા.. આજે જ પાટણમાં રાણીની વાવ ખાતે વાનરે લોકોને બચકા ભર્યા. મહામહેનતે વાનરને પાંજરે પૂરવામાં આવ્યો. 27 જૂન 2025 , દ્વારકામાં ભદ્રકાળી ચોકમાં સાંઢ યુદ્ધ થતાં લોકોમાં દોડધામ મચી ગઈ.. 23 જૂને , રાજકોટમાં ખોખડદળ ગામમાં રઝળતા ઢોરે મહિલાને ટક્કર મારા ઈજાગ્રસ્ત થયા. 25 જૂને અમરેલીના સાવરકુંડલામાં સિંહે પાંચ વર્ષના બાળકને ફાડી ખાધો. થોડા દિવસ પહેલા 17 જૂને રાજકોટના લોધિકાના માખાવડ ગામમાં નીલ ગાયનું ટોળું અચાનક ધસી આવતા દોડધામ મચી ગઈ.. ટોળાએ ખેતરમાં નુકસાન પહોંચાડ્યું. એબીપી અસ્મિતાએ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં રિયાલીટી ચેક કર્યું. મોટા ભાગના વિસ્તારોમાં રખડતા ઢોરનો ત્રાસ કેમેરામાં કેદ થયો. રસ્તા ઉપર અડીંગો જમાવીને બેઠેલા ઢોર જોવા મળ્યા. તો અમદાવાદ,વડોદરા જેવા શહેરોમાં વાનરોના આતંકની ઘટનાઓ પણ બની છે. લોકોને સોસાયટી કે રસ્તા પરથી પસાર થતા પ ણડર લાગે





















