Hun To Bolish: હું તો બોલીશ: કળિયુગ
પાવાગઢનું જગપ્રસિદ્ધ મા મહાકાળીનું મંદિર. ચોરીની ઘટના બાદ મંદિર શુદ્ધિકરણ માટે કાલે સાંજે 4 વાગ્યાથી શનિવાર સવારે 6 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે રહેશે બંધ. 6 વાગ્યા બાદ ભક્તો મા ના દર્શન કરી શકશે. ગઈ 28 ઓક્ટોબરે ટ્રસ્ટ તરફથી પોલીસને કહેવાયું કે, મંદિરના ગર્ભગૃહમાંથી સોનાના 6 હાર અને સોનાની વરખ ચડાવેલા 2 મુગટની ચોરી થઈ છે. પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી. CCTVમાં એક વ્યક્તિની હિલચાલ શંકાસ્પદ દેખાઈ. પોલીસની તપાસમાં ખુલ્યું કે, શંકાસ્પદ શખ્સ સુરતના ઉમરપાડાનો વિદુર વસાવા છે. પોલીસે તેને સુરતના ઝંખવાવ ગામેથી દબોચી લીધો. આરોપી વિદુર વસાવાએ કબૂલ્યું કે, તે પોતાના સાળાની બાઈક લઈ પાવાગઢ ચોરી કરવા માટે આવ્યો હતો. રાત્રિના સમયે મંદિરના મુખ્ય દ્વારના ઉપરના ભાગે આવેલા વેન્ટિલેશનના હોલમાંથી મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ્યો હતો અને સોનાના 6 હાર અને 2 મુગટની ચોરી કરી હતી. જેની કિંમત 78 લાખ જેટલી થાય છે.ચોરી કરેલો મુદ્દામાલ એક ટ્રકની કેબિનમાં છૂપાવી દીધો હતો. આરોપીએ કબૂલાત કરી કે, ઓનલાઈન સટ્ટામાં તે દેવાદાર બની ગયો હતો. આ કારણોસર તેણે પાવાગઢના મંદિરમાં ચોરી કરી હતી. મંદિરમાંથી ચોરી કરનાર ચોર પકડાઈ જતા પોલીસે મહાકાળી માના આશીર્વાદ લીધા..ગરબે ઘૂમ્યા અને મંદિરના શિખર પર ધજા ચડાવી.