Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !
Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !
અમદાવાદના નિકોલના છેવાડે આવેલા ભુવાલડી ગામે જમીન વિવાદને લઈને ધમાલ મચી....હાથમાં ધોકા, તલવાર જેવા ઘાતક હથિયારો સાથે રીતસરનો આતંક મચાવવામાં આવ્યો....બે જૂથ વચ્ચે દાયકાથી જમીનનો વિવાદ ચાલી રહ્યો હતો...તાજેતરમાં દસક્રોઈના મામલતદારે મૂળ માલિકને તેના કબજાની જમીન સોંપવા ઓર્ડર કર્યો હતો...ગઈકાલે મૂળ માલિક જમીનનો કબજો લેવા પહોંચતા જ અન્ય જૂથના 15થી વધુ શખ્સોના ટોળાએ તલવાર અને લાકડી જેવા ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો...અને 5થી વધુ વાહનોમાં તોડફોડ કરી...સાથે પથ્થરમારો પણ કર્યો...વર્ષ 1975થી ગણતીયા તરીકે ધીરુભાઈ પટેલ અને અનિલભાઈ પટેલ નામના બંન્ને ભાઈઓ જમીનના માલિક હોવાનો દાવો કરી રહ્યા છે....ત્યારે ભુવાલડી ગામના લોકોએ સોમવારે વિરોધમાં ઉતરીને જમીનનો કબજો લેવા આવેલા શખ્સોના વાહનોમાં તોડફોડ કરતા ભારે નાસભાગ મચી હતી....ઘટના બાદ પોલીસે પાંચ વ્યક્તિઓની અટકાયત કરી છે....વડીલો પાર્જીત આઠ વીઘા જમીન અંગેનો વિવાદ કોર્ટમાં ચાલી રહ્યો હતો....ત્યારબાદ મામલતદારના આદેશ બાદ નિકોલ વિસ્તારમાં રહેતા બંન્ને વૃદ્ધ ભાઈઓ જમીનનો કબજો લેવા ભુવાલડી ગામે પહોંચ્યા હતા....પરંતુ ત્યાં મંદિર પણ હોવાથી મામલાની જાણ ગ્રામજનોમાં થતા જ લોકો તલવારો સાથે ઘાતક હથિયાલો લઈને જમીનો કબજો લેવા આવેલા લોકો પર તૂટી પડ્યા હતા.. પથ્થરમારો થતા જમીનનો કબજો લેવા આવેલા બંન્ને ભાઈઓ અને તેમની સાથે આવેલા લોકો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા....હુમલામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે....ત્યારે ધીરુભાઈ પટેલ અને અનિલભાઈ પટેલ સહિત અન્ય લોકોના નિકોલ પોલીસે નિવેદન નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી....હુમલાની ઘટના બાદ પોલીસે પણ ભુવાલડીમાં કોમ્બિંગ કર્યુ હતુ.. અને કેટલાક શખ્સોની અટકાયત પણ કરી હતી..
સુરતમાં NRI વૃદ્ધના વિશ્વાસ સાથે ખિલવાડ કરી સુરત શહેરની હદમાં આવેલ કરોડોની જમીન પચાવી પાડવાનું કૌભાંડ આવ્યું છે સામે....ફરિયાદી 82 વર્ષના ઇશ્વરભાઇ પટેલ અમેરિકામાં રહે છે....તેમની મગોબ ગામમાં બ્લોક નંબર 4 પૈકીના 2 પ્લોટની જમીન સાથે ખોટા દસ્તાવેજો બનાવી બોગસ પહોંચ રસીદો અને પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કરી વ્યવહારો કરવામાં આવ્યા....અને કૌભાંડીઓએ 28.91 કરોડમાં જમીન ક્રિષ્ના યુનિટીને બારોબાર વેચી દીધી...ઈશ્વર પટેલની વડીલો પાર્જિત જમીન પુણા ગામમાં આવેલી છે...જમીનમાં માતાનું નામ હોવાથી મૃત્યુ બાદ વારસાઈ હકે ત્રણ બહેનોના નામ દાખલ થયા હતા...જે નામ કમી કરવા અને પૂણાની જમીનોની દેખરેખ માટે જમીન દલાલ ભરત કોલડીયાને વાત કરી હતી...ભરત કોલડીયાએ પરિચિત વકીલ વિપુલ કાકડીયાનો સંપર્ક કરાવ્યો...જે બાદ બંનેએ વિશ્વાસ કેળવી જમીનના દસ્તાવેજોમાં છેડાછાની કરી અલગ અલગ તારીખે ઈશ્વરભાઈના ઘરે જઈ ડોક્યુમેન્ટ્સમાં સહી કરાવી લીધી....જે બાદ ઈશ્વરભાઈ અને તેમના વારસદારોને સમજાવી રજીસ્ટાર જે કાંઈ પૂછે ત્યારે હા પાડવા કહ્યું હતું....જ્યાં વિશ્વાસનો ગેરલાભ લઈ પાવર ઓફ એટર્ની વકીલ વિપુલ કાકડીયાએ કરાવી લીધી....જે પાવરનો ઉપયોગ કરી જમીન પચાવી પાડવાનો કારસો રચ્યો...ઈશ્વરભાઈએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા ગુનો દાખલ થયો...ક્રાઈમ બ્રાન્ચની ઈકો સેલે ભરત કોલડિયા, વિપુલ કાકડિયા, જયસુખ સતાણી, સંજય માંગુકિયાની ધરપકડ કરી છે....
મંદિરની જગ્યાઓને પણ છોડવામાં નથી આવતી... ત્યાં પણ આચરાઈ રહ્યું છે જમીન કૌભાંડ.. ઘટના છે દ્વારકાના ખંભાળીયાની....ખંભાળીયામાં આવેલ સંતોષી માતાના મંદિરની ધાર્મિક જગ્યા પર ખોટા સહી સીક્કા કરીને ખોટા દસ્તાવેજો બનાવવામાં આવ્યા....મંદિરના મહંતે સમગ્ર બાબતે વીડિયો વાયરલ કરતા હિન્દુ સંગઠનો મેદાને ઉતર્યા,.... પોલીસે કૌભાંડને અંજામ આપનાર 3 શખ્સો હનીફ ખફી, ગફાર ખફી અને અબાસ ખીરાને ઝડપી પાડ્યા.. હજુ પણ કેટલાક શખ્સો આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાની આશંકાએ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે....
મહેસાણાના સતલાસણા તાલુકાના કેવડાસણ અને માલાપુરામાં ખ્રિસ્તી મિશનરીઓએ જબરજસ્તી ધર્માંતરણ કરવાનો પ્રયાસ કરી 9 લોકોની જમીન પડાવી લેવાની ધમકી આપી હોવાનો કિસ્સો સામે આવ્યો....કેવડાસણમાં રહેતા ચુનીલાલ રાવળને 25 વર્ષ પૂર્વે મિશનરી સંસ્થાના ફાધર ચાર્લ્સ આલ્બર્ટે સસ્તામાં જમીન અપાવી ધર્મ પરિવર્તન કરાવ્યું હતું...તો બીજા કેસમાં ખેરાલુ તાલુકાના ચાડા ગામના વીરચંદભાઈ રાવળને પણ આ જ પ્રકારે જમીન અપાઈ હતી...બંન્ને ખેડૂતના મોત બાદ તેમના વારસદારોના નામ જમીનમાં દાખલ થયા હતા...ખ્રિસ્તી બનેલા આ બંને મૃતક ખેડૂતોના પરિવારજનોએ ખ્રિસ્તી ધર્મ અપનાવવાનો ઇન્કાર કરતાં મિશનરીઓએ તમામને તેમના ખેતરમાંથી તગેડી મૂકવા લેન્ડ ગ્રેબિંગના કેસ કરી રંજાડ શરૂ કરી....જેથી બંને ખેડૂત પરિવારોના વારસદારોએ સતલાસણા સિવિલ કોર્ટમાં દીવાની મુકદમા દાખલ કર્યો...આ મુદ્દે હવે કોર્ટમાં કેસ ચાલુ છે...
ભરૂચના ચાવજ ગામે વડોદરાના શિક્ષકની જમીનના નકલી દસ્તાવેજ બનાવીને બિલ્ડર પિતા-પુત્રએ બારોબાર વેચી દીધી....જમીન દલાલ ઐયુબ પટેલ અને તેના પુત્ર આમીરે 92 લાખની જમીન ખોટા દસ્તાવેજ બનાવી બારોબાર વેચી દીધી....જમીનના પ્લોટ પર સાફ સફાઈ માટે જેસીબી ચાલતું હતું....સફાઈનું કામ શરૂ થતા પાડોશીએ ફોન કરીને જાણ કરી ત્યારે ભાંડો ફૂટ્યો...તુરંત આ શિક્ષક ભરૂચ પહોંચ્યા તો જેસીબીના ડ્રાઈવર થકી તેમને જાણ થઈ કે, આ જમીન વેચાઈ ગઈ છે...ત્યારબાદ શિક્ષકે ભરૂચ A ડિવિઝનમાં ફરિયાદ કરતા ઐયુબ પટેલ અને તેના પુત્ર આમીરની ધરપકડ કરવામાં આવી...
રાજકોટના જિલ્લા નોંધણી ભવન ખાતે નકલી દસ્તાવેજનુ કૌભાંડ સામે આવ્યું....વર્ષ 1972 પહેલાના હસ્તલિખિત દસ્તાવેજની સ્કેનિંગ કોપીમાં કચેરીના સુપરવાઇઝર અને કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી સહિત ત્રણ શખ્સોએ 17 દસ્તાવેજોમાં ચેડા કરવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો....જેમાંથી 11 દસ્તાવેજો ડમી વ્યક્તિના નામે કરાયા હોવાની શંકાના આધારે તપાસ કરતા જેમના નામે દસ્તાવેજો થયા તેવા લોકો હયાત જ ન હોવાનું બહાર આવ્યું....આ મુદ્દે પોલીસે કોમ્પ્યુટર ઓપરેટર જયદીપ ઝાલા, હર્ષ સોહાલીયા અને એડવોકેટ કિશન ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે...અને જયદીપ ઝાલાની ધરપકડ કરી છે....જ્યારે 2 આરોપીની શોધખોળ ચાલુ છે...આ મુદ્દે રાજકોટ પ્રાંત અધિકારીને કલેક્ટરે તપાસ સોંપી છે...કે અન્ય કોઈ કર્મચારી આ મુદ્દે સંડોવાયેલા છે કે નહીં?