Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે નદીઓમાં ઝેર?
મહેસાણા શહેરની મધ્યમાંથી પસાર થતી ખારી નદી. દ્રશ્યો જુઓ નદીમાં આ કોઈ બરફ નથી જામ્યો. કેમિકલ માફિયાઓએ છોડ્યું છે કેમિકલ, જેના કારણે આ ફીણ થયા છે. નદીનું પાણી કાળા રંગનું પડી ગયું. નદી કિનારે કેટલીક કેમિકલ ફેક્ટરીઓ આવેલી છે.. જે સીધું જ કેમિકલયુક્ત પાણી નદીમાં છોડતી હોવાનો આરોપ છે. તેમની આ કરતૂતને લઈ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. આરોપ છે કે, મહેસાણા મહાનગર પાલિકાએ ડ્રેનેજ કનેક્શન પણ નદીમાં આપી રાખ્યું છે...કુકસ શોભાસણ, પાલાવાસણા, નુગર, નાગલપુર ગામોમાંથી પસાર થતી નદીમાં આસપાસના કેમિકલ ઉદ્યોગો કેમિકલ છોડે છે...ખારી નદીના કિનારે મહાનગરપાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચે સ્મશાન ગૃહ બનાવવામાં આવ્યું છે...સાથે સ્નાન ઘાટ અને બગીચો પણ બનાવાયો છે...પણ કેમિકલવાળું પાણી છોડાતા લોકો દુર્ગંધના કારણે ઉભા પણ રહી શકતા નથી...





















