Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડીઓ કોણ?
અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતથી નલ સે જલ યોજના નિષ્ફળ ગયાનો પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવાએ આરોપ લગાવ્યો. છોટા ઉદેપુરમાં યોજાયેલા સરપંચ સંમેલનમાં ધારાસભ્ય જયંતિ રાઠવાએ નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા. ધારાસભ્ય જયંતિ રાઠવાએ આરોપ લગાવ્યો કે પાણી સમિતિની અધ્યક્ષતામાં કોન્ટ્રાક્ટરોને પૈસા આપવામાં આવે છે.. પણ યોગ્ય ધ્યાન અપાતુ નથી. બહારથી આવેલા કોન્ટ્રાક્ટરો સાથે અધિકારીઓની મિલિભગતથી આ યોજના સફળ થઈ નથી. આવો સાંભળી લઈએ જયંતિ રાઠવાએ લગાવેલા આરોપ.
ABP અસ્મિતાની ટીમ નસવાડી તાલુકાના ધોડા ગામે પહોંચી. તો ગામમાં પાણીની ટાંકી બનાવાઈ. ઘરઆંગણે નળ પણ લગાવાયા. પરંતુ આજદિન સુધી ગામમાં પાણી આવ્યું નથી.
અમરેલી જિલ્લામાં મનરેગા યોજનામાં કૌભાંડ થયાનો લાગ્યો આરોપ... સાવરકુંડલા શહેર ભાજપના જ પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી છે. રામદેવસિંહ ગોહિલના મતે, મનરેગાનું કામ કરનાર ધનંજય કન્સ્ટ્રક્શન કંપની અને અધિકારીઓની મિલિભગતથી ભ્રષ્ટાચાર કરાયો. ખાંભા તાલુકામાં ઘરના તમામ સભ્યોના ખોટા નામ દર્શાવી અમુક રકમ ચૂકવાઈ. બાકીની રકમની ખાયકી કરાઈ. તમામ બિલમાં રકમ પણ એક સરખી હોવાનો આરોપ લગાવ્યો. મનરેગાના 30 ટકા પણ કામ ન થયાનો ભાજપના નેતાએ આરોપ લગાવ્યો.





















