(Source: ECI/ABP News/ABP Majha)
Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષી
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આંબા તલાટ ગામે એક વૃદ્ધા પર દીપડાએ હુમલો કરતા તેમનું મૃત્યુ થયું. 70 વર્ષીય વૃદ્ધા રાત્રે ઘરના ઓટલા પર સૂતા હતા. આ સમયે શિકારની શોધમાં ત્યાં દીપડો આવી પહોંચ્યો. અને વૃદ્ધાને ગળાના ભાગે પકડી જંગલમાં ખેંચી ગયો. સવારે પરિવારજનોએ વૃદ્ધાની શોધખોળ કરી. તો તેઓ મળી ન આવ્યા. આખરે ઘરથી થોડે દૂર જંગલમાંથી વૃદ્ધાનું માથું છૂટું પડેલી હાલતમાં મળી આવ્યું. અને થોડે દૂર ધડ પણ મળી આવ્યું. દીપડાના આતંકને લઈ ગ્રામજનોએ વનવિભાગને જાણ કરતાં વનવિભાગની ટીમ દોડી આવી..અને 10 જેટલા પાંજરા મુકાયા. દીપડાને પાંજરે પુરવામાં આવ્યો. આ ઘટનાને લઈ સાંસદ ધવલ પટેલ તથા ધારાસભ્ય અરવિંદ પટેલે મૃતકના ઘરે પહોંચ્યા. ગરીબ પરિવારની ધારાસભ્ય અને સાંસદે આર્થિક મદદ કરી. સાથે જ સરકારી ધારા ધોરણ મુજબ વહેલી તકે સહાય મળે તે માટે પ્રયાસ શરૂ કર્યા.
અમરેલીના જાફરાબાદ તાલુકાનું ખાલસા કંથારીયા ગામ. અહીં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાતા ગ્રામજનોમાં રોષ અને ફફડાટ ફેલાયો છે. વાડી વિસ્તારમાં બાળકી માતા સાથે ખેતી કામ કર્યા બાદ ઘરે પરત ફરી રહી હતી. આ સમયે અચાનક એક સિંહણ ત્રાટકી. બાળકીને પોતાના જડબામાં ફસાવી સિંહણ તેને દૂર સુધી ઢસડી ગઈ. જેથી ખાલસા કથારીયા સહિત આસપાસ ગ્રામજનો મોટી સંખ્યામા દોડી આવ્યા. ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય હીરા સોલંકી. વન વિભાગની ટીમ અને સ્થાનિક આગેવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા. બાળકીની શોધખોળ શરૂ કરાઈ... જો કે, બાળકીના શરીરના થોડા જ અવશેષ મળ્યા. સિંહણે તેને ફાડી ખાધી હતી. ત્યારબાદ સિંહણને પાંજરે પૂરવા માટે મેગા ઑપરેશન શરૂ કરાયું...મોડી રાત સુધી ધારાસભ્ય હીરા સોલંકી અને વનવિભાગના કર્મચારીઓએ ખેતરમાં ધામા નાખ્યા. ડ્રોનની મદદથી સિંહણની શોધખોળ શરૂ કરાઈ...આખરે વહેલી સવારે સિંહણને પાંજરે પુરવામાં સફળતા મળી.