Hun To Bolish : હું તો બોલીશ : મોતના ખાડા કોનું પાપ?
સુરતના ન્યુ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરી, બુધવારે સાંજે 5.30 વાગ્યે, 2 વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. મોડી રાત સુધી શોધખોળ કર્યા બાદ પણ બાળક ના મળતા રેસ્ક્યુ કામગીરી બંધ કરાઈ હતી. સવારે કેમેરાની મદદથી ડ્રેનેજ લાઈનમાં શોધખોળ શરુ કરાઈ હતી. પરંતુ બાળકનો કોઈ પતો લાગ્યો નહોતો. સુમન સાધના આવાસમાં રહેતા શરદભાઈના પુત્ર કેદારનો હજુ ત્રણ દિવસ પહેલા જ જન્મ દિવસ હતો. માતા સાથે આઈસ્ક્રીમ માટે બાળક દોડ્યો હતો જ્યાં 120 ફૂટના રોડ પર ઢાંકણા વગરની ખુલ્લી ગટર હતી જેમાં બાળક પડી ગયું હતું... ઘટનાને કારણે લોકોમાં પ્રશાસન સામે આક્રોશ વ્યક્ત કરી ચકકાજામ કરી વિરોધ કર્યો હતો. ગટર અને ડ્રેનજ લાઈનમાં અધિકારીઓની બેદરકારીના પાપે એક માસૂમનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.





















