Hun To Bolish : હું તો બોલીશ : દલાલીનું લાયસન્સ કોની પાસે?
Hun To Bolish : હું તો બોલીશ : દલાલીનું લાયસન્સ કોની પાસે?
મહેસાણાના કડીના ડરણ ગામે એક કાર્યક્રમ દરમિયયાન નીતિન પટેલે આપેલા એક નિવેદને ભારે ચર્ચા જગાવી છે....પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઈશારા ઈશારામાં કહી દીધુ કે, જમીન દલાલોની જેમ રાજકારણમાં દલાલો છે...અને આ દલાલો ભાજપની ઓળખાણ આપીને તેમનું કામ ફટાફટ કરાવી લે છે...ભાજપનો કાર્યકર અને નેતા છું એવું કહી અધિકારીઓ સાથે ઓળખાણ બનાવે છે....ભાજપ સરકારે બહુ બધાને બહુ મોટા અને સુખી કર્યા છે....દલાલી કરતા કરતા બધા કરોડપતિ થઈ ગયા છે....નીતિન પટેલનો આ ગર્ભીત ઈશારો કોના તરફ હતો તે પણ મોટો સવાલ છે....
અનામત આંદોલન મુદ્દે પણ નીતિન પટેલે નિવેદન આપી નવો વિવાદ છેડ્યો છે....તેમનું કહેવું હતું કે, અનામત આંદોલનના મુળમાં સવર્ણ અને શિક્ષણમાં થતો અન્યાય હતો....વધુ ટકા છતાં મેડિકલ જેવા અભ્યાસમાં એડમિશન નહોતું મળતું.. એડમિશન ન મળતા વિદ્યાર્થીઓ વિદેશમાં જતા હતા.. 95 ટકા છતા સવર્ણ દીકરીને એડમિશન નહોતું મળતું.. પરંતુ હવે નવી મેડિકલ કોલેજના કારણે સવર્ણ સમાજના સંતાનોને એડમિશન મળશે..
સુરતમાં મિલ માલિકોને ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપીને ખંડણી માગનાર 2 ખંડણીખોરની ધરપકડ કરવામાં આવી....સચિન GIDCના પૂર્વ ડાયરેક્ટરને ફરિયાદ મળી હતી કે, મીલ માલિકોને બ્લેકમેઈલ કરીને રૂપિયા માગવામાં આવી રહ્યા છે.... સુરત ક્રાઈમબ્રાંચે તપાસ કરતા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી....અજય ત્રિવેદી અને તેજસ પાટીલ નામના બંને આરોપીઓ RTI કરી ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપીને 5 કરોડ રૂપિયા ખંડણી માગતા...બંને આરોપીમાંથી એક આરોપી તેજસ પાટીલ ભાજપના પૂર્વ કોર્પોરેટર ભરત પાટીલનો પુત્ર છે....તેજસ ધારાસભ્ય સંગીતા પાટીલનો ભાઈ હોવાની ફાંકા ફોજદારી કરતો...આરોપીના પિતા ભરત પાટીલ અગાઉ ઉધના સીટીઝન બેંકમાં વાઈસ ચેરમેન હતા....પોલીસે બંનેને ઝડપીને 45 લાખ રોકડ રકમ જપ્ત કરી બંનેના ઘરે પણ તપાસ શરૂ કરી છે....





















