Hun To Bolish : હું તો બોલીશ : દે ધનાધન !

સુરતના ઉતરાણ વિસ્તારમાં 5 સપ્ટેમ્બરે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા અને સુદામા ગ્રુપ વચ્ચે મારામારી થઈ....જેના વીડિયો હાલ સોશલ મીડિયા પર વાયરલ થયા છે....આખી મારામારીની ઘટના તો ગણેશ મહોત્સવ દરમિયાન સ્ટેજ પર સન્માન મેળવવાને લઈને હતી...પ્રથમ દિવસે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાને આરતી માટે આમંત્રણ આપવામાં આવ્યું અને તેમનું સન્માન પણ કરાયું....પરંતુ બીજા દિવસે પાટીદાર સમાજના ૬૦થી વધુ આગેવાનોને સ્ટેજ પર બોલાવવામાં આવ્યા હતા, ત્યારે અલ્પેશ કથીરિયાને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું...આ મુદ્દે તણાવ સર્જાતા બંને ગ્રુપ વચ્ચે બોલાચાલી થઈ અને બાદમાં ઘર્ષણ સુધી વાત પહોંચી...આ દરમિયાન બંને પક્ષો વચ્ચે સમાધાન કરવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા...ત્યારે પણ પોલીસ અને અલ્પેશ કથિરીયા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ....બોલાચાલી બાદ મામલો લાઠીચાર્જ સુધી પહોંચ્યો....વીડિયોમાં જોઈ શકાય છે પોલીસ દે ધનાધન લાઠીચાર્જ કરી રહી છે....પહેલા એ વીડિયો અપસાઉન્ડ જોઈ લઈએ...

જો કે, આ ઘટના બાદ સુદામા કા રાજા ગણપતિ પંડાલના સંચાલકે પ્રતિક્રિયા આપી કે સ્ટેજ પર સન્માન ન મળવાને લીધે મનદુઃખ થયું હતુ.. અને જે તે સમયે સમાધાન પણ થઈ ગયુ હતુ.. વાયરલ વીડિયો પર એસીપી ડી.એસ.પટેલે કહ્યું કે મારામારી થતા પોલીસ બંન્ને પક્ષોના લોકોને પોલીસ સ્ટેશન લાવી હતી.. પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરી.. પરંતુ સમાજના આગેવાનોએ વચ્ચે પડીને સમાધાન કરાવ્યું છે.. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસે જરૂરી કાર્યવાહી કરી..