Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતમાં 'અધિકારી રાજ'?
Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતમાં 'અધિકારી રાજ'?
રાજ્યમાં પંચાયતોને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે સરકારે કડક વલણ અપનાવ્યું.....પંચાયતી રાજમાં ચૂંટાયેલા હોદ્દેદારો મારફતે થતા ભ્રષ્ટાચારને ડામવા માટે રાજ્ય સરકારે ગુજરાત પંચાયત ઓફિસ બેરર્સ 2025 અંતર્ગત એક નવું રાજપત્ર જાહેર કર્યું છે....જેમાં ગામથી લઈ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સામે કાર્યવાહી કરવાની અધિકારીઓને સત્તાઓ આપવામાં આવી છે....નવી જોગવાઈ મુજબ હવેથી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના કોઈપણ હોદ્દેદાર સામે ભ્રષ્ટાચારનો આરોપ સિદ્ધ થશે, તો જિલ્લા વિકાસ અધિકારી તેમને તાત્કાલિક અસરથી 'ઘરભેગા' કરી શકશે, એટલે કે પદ પરથી હટાવી શકશે....સાદી અરજી કે મૌખિક બાતમીના આધારે પણ અધિકારી તપાસ કરી શકશે....મહત્ત્વની વાત એ છે કે, ભ્રષ્ટાચારની તપાસ અને પગલાં લેવાની સંપૂર્ણ સત્તા DDO અને તેમનાથી ઉપરના અધિકારીઓને સોંપવામાં આવી છે....જો કે, પંચાયતી રાજના નિષ્ણાંતોનું માનવું છે કે, આ નિર્ણયથી પંચાયતી રાજમાં બાબુશાહીનો પ્રભાવ વધવાની અને પદાધિકારીઓની સત્તા ઘટનાની સંભાવના છે....
સરકારે જાહેર કરેલા રાજપત્ર મુદ્દે ભાજપ શાષિત જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખની પ્રતિક્રિયા
((સરકારે જાહેર કરેલા રાજપત્ર પર જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખે વ્યક્ત કરી આશંકા....અમુક લોકો આ રાજપત્રનો દુરઉપયોગ કરી શકે છે...કોઈના કોઈ પદાધીકારી પર ખોટી અરજીઓ કરી ગેરમાર્ગે દોરી શકે છે અને પદાધીકારીને બદનામ કરી શકશે....આ રાજપત્રમાં અમુક ક્ષત્રીઓ રહી છે...સામાન્ય અરજીઓને ધ્યાનમાં લઈને કાર્યવાહી ન થવી જોઈએ....પદાધીકારીથી ઈર્ષા રાખનાર વ્યક્તિ ખોટી રીતે હેરાન કરી દબાવવાના પ્રયત્ન કરી શકે છે))
આ કિસ્સામાં હોદ્દેદારો સામે લઈ શકાશે પગલા
નાગરિક,હોદ્દેદાર કે કોઈ સંસ્થા પદાધિકારી સામે ફરિયાદ કરે
ઓફિસ ઈન્સપેક્શનમાં પુરવઠા કે માલ સામાનમાં ગેરરીતિ જણાય
ઓડિટમાં સરકારી ફાઈલમાં છેડછાડ કે ગ્રાન્ટની અયોગ્ય ફાળવણી
કેગ કે અન્ય જાહેર સંસ્થાના રિપોર્ટના આધારે
જાહેર હિસાબ સમિતિ કે પંચાયતી રાજ સમિતિના રિપોર્ટમાં ગેરરીતિ કે ગેરવર્તણૂક
કોઇપણ એજન્સીએ એકઠા કરાયેલા આંકડા કે ડેટાના આધારે





















