Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?
અમદાવાદ સુભાષબ્રિજ
અમદાવાદના પૂર્વ-પશ્ચિમને જોડતો સુભાષબ્રિજ....સ્પાનનો ભાગ બેસી જવાથી ગઈકાલે સૌથી વ્યસ્ત ગણાતા સુભાષબ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે....સુભાષબ્રિજ પરથી રોજના અંદાજે એક લાખથી વધુ વાહન ચાલકો પસાર થતા હોય છે.....ત્યારે તિરાડ અને સ્પાનનો ભાગ બેસી જતા પ્રશાસનમાં દોડધામ મચી છે....બ્રિજ ડિઝાઈન કન્સલ્ટન્ટ અને બ્રિજ એક્સપર્ટે સુભાષબ્રિજના નીચેના ભાગમાં ઈન્સપેક્શન કરવામાં આવતા બ્રિજમાં તિરાડો અને ત્રીજા નંબરનો સ્પાન ખસી ગયેલો જોવા મળ્યો....બ્રિજના સ્પાનમાં અંદર રહેલા પ્રિ સ્ટ્રેસ વાયરને નુકસાન થયું હોવાના કારણે સ્પાનનો ભાગ બેસી ગયો...બ્રિજના એક સ્પાનમાં આ પ્રમાણે સ્થિતિ સર્જાઈ હોવાના કારણે બ્રિજના તમામ છ સ્પાનની તપાસ કરવામાં આવશે... ત્યારે હવે માત્ર પાંચ દિવસ જ નહીં પણ બ્રિજ લાંબા સમય સુધી બંધ રહે તેવી સ્થિતિ નિર્માણ પામી છે....બ્રિજની ચારેય બાજુથી તપાસ કરવામાં આવી રહી છે...ડિઝાઈન કન્સલ્ટન્ટ ઉપરાંત SVNIT અને અલગ અલગ એક્સપર્ટ કમિટીના લોકોની પણ મદદ લેવામાં આવી રહી છે..... તિરાડ કેટલા ફૂટ લાંબી અને કેટલા ફૂટ પહોળી છે તે મુદ્દે પણ તપાસ કરવાનું શરૂ કરાયું છે.... ક્યાં ભાગમાં કેટલું નુકસાન થયું છે તેને લઈને પણ ચેકિંગ હાથ ધરાયું છે....એક મહિના પહેલા બ્રિજ કન્સલ્ટન્ટ તરફથી વિઝ્યુઅલી ઈન્સપેક્શન હાથ ધરાયું હતું... જેમાં બેરિંગ બદલવા અને માઈનોર રિપેરીંગનું સૂચવાયું હતું... કન્સલ્ટન્ટના રિપોર્ટના ચાર મહિના સુધી સુભાષબ્રિજ પર રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું નહીં....હવે સ્પાનનો ભાગ બેસી જતા નિરીક્ષણ કરવામાં આવશે....
---------------------
સુરત અણુવ્રત દ્વાર ફ્લાયઓવર
સુરતના સીટી લાઈટ વિસ્તારમાં આવેલ અણુવ્રતદ્વાર ફ્લાયઓવર બ્રિજ....જેના પિલરમાં મોટી મોટી તિરાડો પડતા પ્રશાસન થયું દોડતું....ઓવરબ્રિજના પિલરમાંથી લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે.....અને બ્રિજના મધ્યભાગમાં આવેલા એક પિલરમાં ઊંડી તિરાડો જોવા મળી રહી છે.....તિરાડો એટલી મોટી છે કે પિલરની અંદરનું કોંક્રિટ તુટી ગયુ છે.....થોડા સમય અગાઉ જ બ્રિજને રિપેરિંગ માટે બંધ કરવામાં આવ્યો હતો....એક મહિના સુધી બ્રિજ બંધ રાખીને કરવામાં આવેલા રિપેરિંગના ગણતરીના સમયમાં જ પિલરમાં તિરાડો દેખાવા લાગી છે.....ત્યારે હવે મોડે મોડે જાગેલ પ્રશાસને બ્રિજના પિલરની આસપાસ બેરીકેટ લગાવીને કામ પ્રગતિમાં છે તેવા બેનરો લગાવી દીધા છે....વર્ષ 2016માં BRTS પ્રોજેક્ટ હેઠળ 55 કરોડના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ.. નવ વર્ષના ટૂંકાગાળામાં જ સાત કરોડના ખર્ચે બ્રિજનું સમારકામ કરવાની નોબત આવી છે....
---------------------
ભાવનગર માલણ બ્રિજ
ભાવનગરના મહુવા તાલુકામાં આવેલો માલણ નદી પરનો બ્રિજ જર્જરીત હાલતમાં છે.....ચોમાસામાં વરસેલા ધોધમાર વરસાદથી બ્રિજની રેલિંગ તુટી ગઈ છે.. એટલુ જ નહીં.. વરસાદી પાણીના પ્રવાહમાં બ્રિજનો અમુક હિસ્સો પણ ક્ષતિગ્રસ્ત થયો છે.. જેને લીધે અકસ્માત થવાની સંભાવના પણ વધી ગઈ છે.....મહુવા ઉપરાંત સથરા, વાઘનગર, નૈપ, કોટડા અને કળસાર સહિત 50 ગામોને જોડતો આ બ્રિજનું પાંચ દાયકા માટે નિર્માણ કરાયુ હતુ.....જર્જરીત હાલતમાં હોવાથી વર્ષ 2015થી બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પણ બંધ કરી દેવામાં આવી છે.. જો કે નાના વાહન ચાલકો જીવના જોખમે બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે....ત્યારે બ્રિજનું તાત્કાલિક રિપેરિંગ કરવાની સ્થાનિકો માગ કરી રહ્યા છે.. ચાર મહિના અગાઉ ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે નવા બ્રિજ બનાવવા માટે દરખાસ્ત કરી છે.. પરંતુ હજુ સુધી દરખાસ્ત મંજૂર થઈ નથી..
---------------------
ગંભીરા બ્રિજ
વડોદરા પાસેનો ગંભીરા બ્રિજ 9 જુલાઈ 2025ના રોજ મહીસાગર નદીમાં તૂટી પડ્યો હતો....જેમાં 22 લોકોના મોત થયા હતા અને અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા...





















