Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલને કેમ આવ્યો ગુસ્સો
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલને કેમ આવ્યો ગુસ્સો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચ્યો.... કલોલ-મહેસાણા હાઈવે પર ટ્રાફિક જામ જોઈને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અકળાયા.. કલોલ નજીક ઔડાના ખોદકામને લઈને મોટી સંખ્યામાં વાહનો ટ્રાફિકમાં ફસાયા હતા.. ખુદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ આ ટ્રાફિકજામમાં પોણો કલાક સુધી ફસાયા.. જે જગ્યા પર ખોદકામ ચાલતુ હતુ ત્યાં ન તો કોઈ ડાઈવર્ઝન હતુ. કે ન તો કોઈ ચેતવણીના બોર્ડ.. એટલુ જ નહીં.. હાઈવે પર આટલો મોટો ટ્રાફિક જામ થયો હોવા છતા ટ્રાફિક ક્લિયર કરવા માટે કોઈ પોલીસકર્મી પણ હાજર નહોતા.. બસ આ જ વાતથી અકળાઈને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સીધા જ કલોલ તાલુકા પોલીસ સ્ટેશન પહોંચી ગયા.. જો કે કલોલ તાલુકા પોલીસ સ્ટેશન પર ડીવાયએસપી કે પોલીસ ઈન્સ્પેક્ટર પણ હાજર ન રહેતા નીતિનભાઈ પટેલ હાજર પોલીસકર્મીઓ પર ગુસ્સો ઉતાર્યો.. નીતિનભાઈએ ગાંધીનગર જિલ્લા પોલીસ વડા અને માર્ગ મકાન વિભાગના સચિવને ફોન કરીને યોગ્ય વ્યવસ્થા કરવા સૂચના આપી દીધી..






















