શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?

જિલ્લા પંચાયતના પ્રમુખોની ગરિમા અને  હકો માટે જિલ્લા પંચાયત પરિષદ અને મુખ્યમંત્રી વચ્ચે ગાંધીનગરમાં એક બેઠક યોજાઈ હતી.  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પંચાયત રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ સાથેની બેઠકમાં  રાજ્યના અનેક જિલ્લાના પ્રમુખોએ માગણીઓ કરી હતી. જેમાં 2017માં એક પરિપત્રથી બિન ખેતીના હકો પરત આંચકી લેવાના નિર્ણયથી જિલ્લા પંચાયતના પ્રમુખોની હાલત શોભાના ગાંઠીયા જેવી થઈ હોવાનો સૂર ઉઠ્યો હતો.  આ બેઠકમાં વહિવટ કે વિકાસની ફાઈલોમાં પણ જિલ્લા પંચાયતના પ્રમુખોને બાયપાસ કરી દેવાતા હોવાની રજૂઆત મુખ્યમંત્રી સમક્ષ થઈ હતી. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પ્રજાના પ્રતિનિધિઓનું  માન સન્માન ગરિમા જળવાતી નથી તેવો આક્રોશ  પણ વ્યક્ત થયો હતો.

ગુજરાત પ્રદેશ પંચાયતના અધ્યક્ષ પરેશ દેસાઈએ મુખ્યમંત્રીને સ્પષ્ટ કહ્યું હતું કે હાલ જિલ્લા પંચાયતના પ્રમુખ પાસે વિકાસ કે વહિવટી સંબંધે કોઈ કામગીરીમાં ફાઈલ આવતી નથી. જેથી જિલ્લા પંચાયતમાં શું અને કેવું ચાલી રહ્યું છે તેની પ્રમુખને જ ખબર હોતી નથી. ખરેખર તો જિલ્લા પંચાયતના પ્રમુખને આ માહિતી હોવી જોઈએ. એટલું જ નહીં પણ જિલ્લા પંચાયતના પ્રમુખ પાસે આવી ફાઈલો રૂટ કરવાની માગ પણ કરાઈ હતી. જિલ્લા પંચાયતના પ્રમુખોએ રજૂઆત કરી હતી કે સાંસદો અને ધારાસભ્યોની જેમ જિલ્લા પંચાયતના પ્રમુખોને પણ વિવેકાધીન ગ્રાન્ટ મળે. 

આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખ પટેલે ગ્રામ પંચાયતમાં સોલાર રૂફટોપની માગ કરી હતી જેથી વીજ બીલના પૈસા ગ્રામ વિકાસ પાછળ ખર્ચાઈ શકે.  તેમણે કહ્યું કે  કોમ્પ્યુટર લેબ અને વિદ્યુત ઉપકરણોનો શાળામાં વપરાશ વધતા શાળામાં સિંગલ ફેઈઝને બદલે થ્રી ફેઈઝ વીજળી આપવી જોઈએ. હાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાના બીલનો બોજ ઉપાડે છે તેના બદલે રાજ્ય સરકાર આ ખર્ચે ભોગવે તેવી પણ માગ પણ બેઠકમાં કરાઈ હતી. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યના મુખ્યમત્રી હતા ત્યારે ગ્રામસભાના મજબુતીકરણ માટે આગ્રહ  રાખતા હતા, પરંતુ હાલ જિલ્લા પંચાયતના પ્રમુખોના અનુભવ પ્રમાણે તો, એક ગ્રામ સભામાં સૂચવેલા કામો બીજી ગ્રામ  સભા મળવા સુધી પૂર્ણ નહીં થતા હોવાનો બેઠકમાં આરોપ લગાવાયો હતો. જેના માટે વહિવટી તુમારશાહીને કારણભૂત ગણાવાઈ હતી.  જિલ્લા પંચાયતમાં થતી કામગીરી માટે તમામ સમિતિના ચેયરમેન અને  પદાધિકારીઓ વચ્ચે એક નિયમિત બેઠકની માગ પણ મુકાય હતી, જેમાં કેબિનેટ સ્વરૂપે કે સંકલન સમિતિ જેવું એક ફોરમેટ રચવા રાજ્ય સરકાર સમક્ષ માગ થઈ છે.  જો આવું થશે તો ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં વિકાસના કામોને વેગ મળશે તેવો સૂર વ્યક્ત થયો હતો. 

જિલ્લા પંચાયત અને તાલકુા પંચાયતના સ્વભંડોળની આવક વધારવા , પંચાયતોની જુની મિલ્કતને પી.પી.પી. ના ધોરણે રી-ડેવલોપ કરી પંચાયતોની આવક વધારવા સૂચન કર્યુ હતું. આ સાથે  GeM પોટર્લમાં થતા સરકારી નાણાનો દુરુપયોગની વિગતવાર દાખલ-દલીલ સાથે રજુઆત થયેલ અને GeM પોટર્લ પુનઃસમીક્ષા માટે જરૂરી આધાર-પુરાવા એકત્ર કરવા અધિકારી- પદાધિકારીઓને સુચના આપવા માગ કરાઈ  હતી. આ સાથે રાજ્યના જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખો સાથે દર મંગળવારે મુખ્યમંત્રી બેઠક યોજે તેવી માંગ પણ થઈ હતી.   રાજ્ય સરકારે ઉપરોક્ત મુદ્દે હકારાત્મક વલણ દાખવ્યાનો દાવો પંચાયત પરિષદે કર્યો હતો. 

રાજ્ય સરકારે હવે પાંચ કરોડ સુધીની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતી હેતુમાં ફેરવવાની સત્તા કલેકટરને સોંપવાનો નિર્ણય કર્યો છે.  બોનાફાઇડ પર્ચેઝર એટલે કે શુદ્ધબુદ્ધિના ખરીદદારોના કિસ્સાઓમાં જમીનની કિંમત જંત્રીદર અનુસાર 5 કરોડ સુધીની હોય તો ટાઇટલ ક્લિયરન્સ કરતી વખતે વસૂલવામાં આવતાં પ્રિમિયમની સત્તા કલેક્ટરને સોંપવામાં આવી છે. ગુજરાત સરકારે ગુરુવારે આ જાહેરાત કરી છે અને તેમાં હવે ખરીદાર શુદ્ધબુદ્ધિનો છે તેવું કલેક્ટર પોતાની વિવેકબુદ્ધિને આધીન નિર્ણય કરીને તેની જમીનનો હેતુફેર કરવા માટેનું પ્રિમિયમ વસૂલી શકશે. 17 માર્ચ, 2017થી પ્રવર્તમાન નિયમ અનુસાર આવા કિસ્સામાં 50 લાખથી વધુની કિંમતની જમીન પરનું પ્રિમિયમ વસૂલવાની સત્તા માત્ર સરકાર પાસે હતી.  જોકે હવે સરકારે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાના હેતુસર નિયમમાં બદલાવ લાવી પોતાની પાસે માત્ર 5 કરોડથી વધુની કિંમતની જમીનના કેસમાં જ પ્રિમિયમ વસૂલવાની સત્તા રાખી છે. જંત્રીના દરો સરકારે પાછલા વર્ષમાં બમણા કર્યાં છે, ત્યારે શહેરી વિસ્તારો અને તેની આસપાસના વિકાસશીલ વિસ્તારોમાં જમીનના હેતુફેરની અને શરત બદલવાના કેસમાં સરળતા લાવવાના આશયથી અને નિર્ણય ઝડપથી લેવાય તેવા ઇરાદે હોવાનું સરકારનું કહેવું છે. મિનીમમ ગવર્મેન્ટ,  મેક્સીમમ ગવર્નન્સને આ નિર્ણય ચરિતાર્થ કરતો હોવાનો સરકારે દાવો કર્યો છે. 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
શિયાળામાં જરૂર પીવો આ Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
Embed widget