Hun To Bolish : હું તો બોલીશ : સુરેન્દ્રનગરનો કાલા પથ્થર
ખનીજ માફિયાઓ સામે સુરેંદ્રનગરમાં કાર્યવાહી યથાવત છે. થાનગઢ વિસ્તારમાં આવેલ જામવાડી અને ભાડુલા વિસ્તારમાં 100 વધુ કાર્બો સેલના કુવાઓ પર ચોટીલા પ્રાંત અધિકારીએ રેડ કરી. ત્યારે આ કુવાઓ ઉપર કામ કરતા 700થી પણ વધુ મજૂરોને હાલ પૂરતા રાઉન્ડ ઓફ કરવામાં આવ્યા છે. આ તમામ મજૂરો પરપ્રાંતિય છે. ચોટીલા પ્રાંત અધિકારીની ટીમ, થાન મામલતદારની ટીમ અને 100થી પણ વધુ તલાટીઓ સાથે સવારે રેડ કરવામાં આવી હતી. અને આ ગેરકાયદે પ્રવૃતિ અટકાવી હતી. કેરબાને અડધા કાપીને મજૂરોને
તો થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગરના સાયલાના ચિત્રાલાખ ગામની સીમમાં ખનીજ ચોરો સામે કાર્યવાહી કરાઈ. પ્રાંત અધિકારીની ટીમે પાંચથી વધુ ગેરકાયદે કાર્બોસેલની ખાણમાં પાડ્યા દરોડા. 2024માં પણ સાયલામાં જમીન ખનન અને કાળા પથ્થરનું ખનન થતુ હોવાની વાત ધ્યાને આવી હતી. જે 280 કરોડનું કૌભાંડ હતુ. જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલે મુખ્ય આરોપી ભરત વાળાને ઝડપી પાડ્યો હતો. છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ગેરકાયદે ખનના 17 હજાર 695 કેસ સામે આવ્યા.. જેમની પાસેથી 309.25 કરોડની વસુલાત કરાઈ. 31 જાન્યુઆરી 2025 સુધીમાં સરકારી ચોપડે સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્બોસેલ ખનિજની ખનન માટે કુલ 30 લીઝ કાર્યરત છે. જેનો વિસ્તાર 78 હેકટરથી વધુ છે.





















