Yuvrajsinh Jadeja Allegations: ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકની ભરતીમાં કૌભાંડ: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનો આરોપ
ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકની ભરતી પ્રક્રિયામાં કૌભાંડનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો. યુવરાજસિંહ જાડેજાએ ગાંધીનગરથી શનિવારે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકમાં સગાવાદ, પરિવારવાદ કરીને ભરતી કરી હોવાનો આરોપ લગાવ્યો. ત્યાર બાદ મંગળવારે ભાવનગર બહુમાળી ભવનમાં આવેલી જિલ્લા રજીસ્ટાર સહકારી મંડળીની કચેરીમાં અધિકારી સામે બેસીને રજૂઆત કરી. યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો કે બેંકમાં 80 જેટલી ભરતીમાં અનિયમિતતા થઈ છે.. અને 13 કર્મચારીઓનાના નામ જાહેર કર્યા. જેને અયોગ્ય રીતે નોકરી આપવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો.. જો કે સહકારી બેંકના ચેરમેને ABP આસ્મિતા સાથેની વાતચીતમાં આ આરોપોને "પાયા વિહોણા" ગણવ્યા...અને યુવરાજસિંહને જવાબ આપતા કહ્યું કે "જેમના ઘર કાચના હોય છે...તેઓ બીજા પર પથ્થર નાખતા પહેલા વિચાર કરવો જોઈએ".





















