Hun To Bolish : હું તો બોલીશ : પર્ફ્યૂમના નામે પોર્નોગ્રાફી?
જસ્ટ વિઝનરી એટરટેનમેન્ટ નામની આ ઓફિસ જુઓ. કસ્ટમર સેટિસ્ફેક્શન ઇઝ અવર ટોપ પ્રાયોરિટી આ લખાણ અહીં લખવામાં આવ્યું છે. જેની પાછળનું કારણ પણ ચોંકવાનારું છે. સુરત SOG પોલીસે બાતમીના આધારે “ટી.એમ. પર્ફ્યૂમ”નામની કંપનીમાં કાર્યવાહી કરી. તો ખુલાસો થયો કે, આ કંપનીમાં પર્ફ્યુમનું વેચાણ નહીં પરંતુ પોર્ન વીડિયોનું સબ્સ્ક્રિપ્શન પેકેજ તૈયાર કરાતું હતું. કુલ 150થી પણ વધુ કર્મચારીઓ આ કોલ સેન્ટરમાં કામ કરતાં હતાં જેમાં મોટાભાગે મહિલાઓનો સમાવેશ હતો. આમાંથી 40થી વધુ મહિલા કર્મચારી એવી હતી, જે લોકોના મોબાઇલ નંબર પર સીધા કોલ કરીને પેકેજ ઓફર કરતી હતી. આ કોલ સેન્ટરમાંથી આંતરરાષ્ટ્રીય પોર્ન વીડિયો ડાઉનલોડ કરીને તેના પેકેજ બનાવવામાં આવતા અને ત્યારબાદ ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવતા. પોલીસની અત્યાર સુધીની તપાસમાં આશરે 1000થી વધુ લોકોએ પેકેજ સબ્સ્ક્રાઇબ કર્યું હોવાનું ખુલ્યું છે. ઉપરાંત, 7 બેંકના એકાઉન્ટમાં અંદાજે 15 લાખ રૂપિયા જેટલા પોર્ન પેકેજના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું પણ સામે આવ્યું છે.. આરોપીઓ પોર્ન સાઇટ્સ પરથી ગ્રાહકોની ડિમાન્ડ મુજબ વીડિયો ડાઉનલોડ કરી મોકલતા હતા. આઠ આરોપીઓને ગુરુવારે કોર્ટમાં રજૂ કરી સોમવાર સુધીના રિમાન્ડ એટલે કે 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે...જો કે, હવે પોલીસે તપાસ શરૂ કરી છે કે, આરોપીઓ પોર્ન વીડિયો વેચાણ ઉપરાંત ડિજિટલ અરેસ્ટ, બ્લેકમેઈલિંગ, મોર્ફિંગ જેવા સાયબર ગુનાઓમાં પણ સંડોવાયેલા છે કે કેમ.





















