Hun To Bolish : હું તો બોલીશ : સરપંચોને કોણ આપે છે રૂપિયા?
રાજ્યની 8326 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આવતી કાલે યોજાઈ રહી છે. જો કે, અગાઉ 751 ગ્રામ પંચાયતો બિનહરીફ અથવા તો સમરસ થઈ ચૂકી છે. આવતીકાલે 10 હજાર 479 મતદાન મથકો પર મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થશે જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. મતદાન થનાર ગ્રામ પંચાયતની મતગણતરી 25 જૂને યોજાશે. ચૂંટણી માટેની તમામ પ્રક્રિયા ચૂંટણી પંચે કરી લીધી છે. મતદાન બેલેટ પેપરથી યોજાવા જઈ રહ્યું છે.
છોટાઉદેપુરમાં મતદારોને રીઝવવા એક સાડી 500 રોકડા મતદારોને આપતા હોવાના વિડીયો વાયરલ થયો છે. સરપંચ પદના ઉમેદવારે મતદારોને પ્રલોભન આપી પોતાના તરફે મતદાન કરવા અપાઈ રહી છે લાલચ. પ્રાથમિક દ્રષ્ટીએ છોટાઉદેપુર જીલ્લાના ઉંચાપન ગ્રામ પંચાયતમાં ચૂંટણીનો વીડિયો હોવાનું અનુમાન છે. સાડી અને પૈસા સાથે કાગળની કાપલી અપાઈ રહી છે. કાપલીમાં મરઘીના મટન અપાતું હોવાનું લખાણ છે. વાયરલ વિડિયો અંગે એબીપી અસ્મિતાએ ગ્રામ પંચાયતના ચૂંટણી અધિકારી સાથે વાત કરી તો..ચૂંટણી અધિકારના ધ્યાનમાં હજુ આ વિડિયો આવ્યો ના હોવાનું જણાવ્યું...





















