Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ યુનિફોર્મ અને પુસ્તકોમાં પણ કટકી?
શિક્ષણ વિભાગના નિયમોને ઘોળીને પી ગયેલી અને રાજકીય વગ ધરાવતી 25 ખાનગી શાળાના સંચાલકો વિરૂદ્ધ જિલ્લા શિક્ષણાધિકારીએ કરી કડક કાર્યવાહી. રાજકોટ સ્ટેશનરી એસોસિએશન તરફથી જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ મળી હતી કે, અમુક શાળાઓ ચોક્કસ જગ્યાએથી જ સ્ટેશનરી અને યુનિફોર્મ ખરીદવા વાલી-વિદ્યાર્થીઓને દબાણ કરે છે. જેને લઈને શિક્ષણાધિકારીએ તપાસ કરી. તો 25 જેટલી શાળાઓમાં આવી ગેરરીતિ ચાલતી હતી. જેને લઈને શ્રી મહાત્મા ગાંધી સ્કૂલ, વાસુદેવ વિદ્યાલય સ્કૂલ, મોદી સ્કૂલ, સર્વોદય સ્કૂલ, તપોવન સ્કૂલ, ભરાડ સ્કૂલ સહિતની નામાંકિત 25 જેટલી ખાનગી સ્કૂલોને સ્ટેશનરી અને ગણવેશ મુદ્દે નોટિસ ફટકારવામાં આવી છે. જો સ્કૂલો નોટીસનો યોગ્ય ખુલાસો નહીં કરે તો તેમના વિરુદ્ધ નિયમ મુજબ કાર્યવાહી કરાશે.. એટલુ જ નહીં.. નવા શૈક્ષણિક સત્રને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર પણ જાહેર કર્યો છે.. જેમાં કોઈપણ શાળા પોતાના યુનિફોર્મ કે પછી અન્ય સ્ટેશનરીની ચીજવસ્તુઓ કોઈ ચોક્કસ સ્થળેથી ખરીદવા વાલી કે વિદ્યાર્થીઓને દબાણ નહીં કરી શકે.. જો કોઈ શાળા આ પરિપત્રનું ઉલ્લંઘન કરશે તો તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરાશે. ખાનગી શાળાઓએ સ્કૂલ ખુલે તે પહેલા જ પુસ્તકો, યુનિફોર્મ, સ્કૂલ બેગ અને સ્ટેશનરી ખરીદી માટે ચોક્કસ એડ્રેસ સાથેના મેસેજ મોકલી દીધા હતા. સ્કૂલોએ પરોક્ષ રીતે મેસેજ કરીને સ્કૂલ યુનિફોર્મ એજ્યુમોલમાંથી ખરીદવાના મેસેજ કર્યા હતા...આરોપ છે કે, આ એજ્યુમોલ શિક્ષણ જગતના મોટા માથાઓએ તેમના સગાના નામે બનાવ્યો છે...જેને લઈને પોતાની શાળાઓમાં અહીંથી સ્ટેશનરી ખરીદવા માટે આગ્રહ કરતા હતા....અહીં તો મોલની બહાર સ્કૂલોના નામ સાથેનો આખો એક ટેંટ બનાવવામાં આવ્યો હતો...જો કે, મીડિયામાં અહેવાલ બાદ કાઢી નાખવામાં આવ્યો...કેટલીક ખાનગી સ્કૂલોએ યુનિફોર્મ ખરીદવા માટે દીપક રેડીમેઈડ હાઉસ અને તિરૂપતિ યુનિફોર્મ મોલનું એડ્રેસ આપ્યુ હતું....જ્યારે કોઈ સ્કૂલે ચોક્કસ પ્રકારના યુનિફોર્મની ખરીદી માટે કાલાવડ રોડ પરની લિબર્ટી સ્ટોરનું એડ્રેસ આપ્યું હતું....





















