Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષક કે શેતાન?
આ શબ્દોનો ભારે હૃદયથી ઉપયોગ કરું છું. શિક્ષકે શિક્ષિકા માટે આ શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ, પરંતુ એવો કિસ્સો આજે સામે આવ્યો છે. ગઈકાલનો કિસ્સો હતો, આજનો કિસ્સો કહી દઉં. આજે કિસ્સો સામે આવ્યો છે, ખેડા જિલ્લાના મોધા કન્યા શાળામાં એક વિદ્યાર્થીની ચોટી કાપવામાં આવતા વિવાદ વકર્યો છે.
ખેડા જિલ્લાની મહુધા કન્યાશાળામાં વિદ્યાર્થિનીની ચોટી કાપવામાં આવતા વિવાદ વકર્યો. 1 જુલાઈએ સંગીતાબેન નામની શિક્ષિકાએ વિદ્યાર્થિનીની ચોટી કાપતા વાલીઓએ કન્યાશાળા પર પહોંચીનો હોબાળો મચાવ્યો. સાથે જ શિક્ષિકા વિરૂદ્ધ કડક કાર્યવાહીની માગ કરી. વિવાદ વકરતો જોઈને શિક્ષિકા માતા બિમાર હોવાનું બહાનું કરીને શાળાએ ગેરહાજર રહ્યા. તો શાળાના આચાર્યએ પણ ઉપરી અધિકારીને સમગ્ર મામલે જાણ કરી. આચાર્યએ જાણ કરતા તાલુકા શિક્ષણાધિકારીએ કન્યાશાળા પહોંચીને તમામ માહિતી મેળવી. સાથે જ તપાસ બાદ શિક્ષિકા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી.





















