Hun To Bolish | હું તો બોલીશ | સ્માર્ટ મીટરનો રાજકીય કરંટ
Hun To Bolish | હું તો બોલીશ | સ્માર્ટ મીટરનો વિરોધ થમી નથી રહ્યો ...વડોદરા, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં પ્રી-પેઈડ સ્માર્ટ મીટરનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે....આજે સુરેન્દ્રનગરમાં સ્માર્ટ મીટરના વિરોધમાં લોકો ઉતર્યા રસ્તા પર અને સૂત્રોચ્ચાર કર્યા...લોકોનું કહેવું છે કે, જો જૂના મીટર અને અને સ્માર્ટ મીટર બંને સરખા જ છે... તો વીજ કંપનીઓ શા માટે લગાવી રહી છે સ્માર્ટ મીટર...હવે સ્માર્ટ મીટર પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે....એક તરફ પ્રજાજનોના વિરોધ બાદ રાજ્ય સરકારે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવવાનો નિર્ણય કર્યો છે.....તો બીજી તરફ કોંગ્રેસે સ્માર્ટ મીટરના વિરોધમાં જનતાની સાથે હોવાની વાત કરી છે....કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર પર પ્રહાર કર્યા કે મતદાન પૂર્ણ થતા જ પ્રજાને લૂંટવાનું કામ શરૂ કરાયું....






















