Hun To Bolish : હું તો બોલીશ : સ્વર્ગનો રસ્તો !
રોડ ટુ હેવન. આ કેપ્શન સાથે ઈન્સ્ટાગ્રામ પર લોકગાયક આદિત્ય ગઢવીએ આ વીડિયો શેર કર્યો છે.. વરસાદ બાદ રાજ્યના રોડ-રસ્તાની પરિસ્થિતિ પર આદિત્ય ગઢવીએ આ વીડિયો બનાવી રોડ ટુ હેવન લખીને કટાક્ષ કર્યો છે. આદિત્યએ બનાવેલા વીડિયોમાં રોડ ઓછો અને ખાડા વધુ છે. ડિસ્કો રોડ પર લોકોની કમર તૂટી રહી છે અને અકસ્માતો થઈ રહ્યા છે જેને કારણે જ આદિત્યએ રોડ ટુ હેવન એટલે કે સ્વર્ગનો રસ્તો લખી કટાક્ષ કર્યો છે.
અમારા સંવાદદાતાઓએ મહાનગરપાલિકા, નેશનલ હાઈવે અને નગરપાલિકાઓના રસ્તાનું રિયાલિટી ચેક કર્યું. તો ખરેખર રોડ રસ્તાની સ્થિતિ રોડ ટુ હેવન જેવી જ જોવા મળી.
પાટનગર ગાંધીનગરના દ્રશ્યો જોઈ લો. પહેલા જ વરસાદમાં ગાંધીનગરના અનેક રોડનું ધોવાણ થયું. અનેક સ્થળે મસમોટા ખાડા પડી ગયા. જોકે મંત્રીઓ અને અધિકારીઓ જ્યાંથી પસાર થાય છે તેવા મુખ્ય માર્ગો તુરંત રિપેર થયા પરંતુ સેકટર 7ના ભારત માતા મંદિર પાસે છે તેવા ઇન્ટર્નલ રોડ ઉપર અસંખ્ય ખાડા હજુ જોવા મળી રહ્યા છે.





















