શોધખોળ કરો

Hun To Bolish | હું તો બોલીશ | જળકર્ફ્યુ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ તાંડવ મચાવ્યો.યાત્રાધામ દ્વારકામાં ગઈકાલે 10 ઈંચ વરસાદ વરસ્યા બાદ આજે સાંજના 6 વાગ્યા સુધીમાં 7 ઈંચ વરસાદ વરસ્યો. 34 કલાકમાં 17 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ખંભાળિયા તો જાણે ડૂબી ગયું. ખંભાળિયામાં ગઈકાલે 18 ઈંચ વરસાદ વરસ્યો હતો. આજે 7 ઈંચ વરસાદ વરસ્યો. 34 કલાકમાં 25 ઈંચ વરસાદ વરસતા ખંભાળિયા જળમગ્ન થયું. ભાણવડમાં પણ આજે સાંજના 6 વાગ્યા સુધીમાં 7 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો. કલ્યાણપુર તાલુકામાં પણ સાડા 6 ઈંચ જેટલો વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. યાત્રાધામ દ્વારકાનો રબારી ગેટ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો.અહીં દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા. ઈસ્કોન ગેટ વિસ્તારની પણ આજ સ્થિતિ રહી. ઘૂંટણસમા પાણી ભરાયા. દ્વારકાના ગોમતી ઘાટ પરથી પાણી રસ્તા પર આવ્યા. ભારે વરસાદને લઈ દ્વારકા-જામનગર હાઈવેને સ્થિતિ એવી સર્જાઈ કે નદી છે કે હાઈવે કહેવું મુશ્કેલ બન્યું. ખંભાળિયા-દ્વારકા સ્ટેટ હાઈવે.. અને કલ્યાણપુર-પોરબંદર સ્ટેટ હાઈવે પણ પાણીમાં ગરકાવ થયો. હાઈવે જ પાણીમાં ડૂબી જતા બંધ કરાયા. મૂશળધાર વરસાદને લઈ ખંભાળિયા શહેરમાં જળપ્રલય આવ્યો. ખંભાળિયામાં વહેતી ઘી નદીમાં પૂર આવ્યું. ઘી નદીના પાણી આસપાસની સોસાયટીમાં ઘૂસી ગયા. દ્વારકા પાસે રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા રેલ વ્યવહાર ખોરવાયો છે. કેટલીક ટ્રેનોને અધવચ્ચે જ રોકી દેવાઈ. તો કેટલીક ટ્રેનોને રદ કરાઈ... જેને લઈ દ્વારકા અને ખંભાળિયાના રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં મુસાફરો અટવાયા છે.. આવી જ સ્થિતિ છે બસ સ્ટેશનની પણ. હાઈવે જ પાણીમાં ગરકાવ થતાં ST બસના રૂટ કેન્સલ કરાયા છે.. જેને લઈ મુસાફરો બસ સ્ટેશને અટવાયા છે. ભાણવડના વર્તુ 2 ડેમમાંથી પાણી છોડાતા રાવલ ગામ બેટમાં ફેરવાયું છે.. ખંભાળિયાની રામનાથ સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાયા. મકાનોમાં પાણી ઘૂસી જતાં લોકોને સલામત સ્થળે ખસેડાયા. ખંભાળિયાની પ્રાંત અધિકારીની કચેરીનું પરિસર તળાવ બની ગયું. ખંભાળિયાના સ્મશાનમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા. સ્મશાનમાં અગ્નિદાહ દેવાની જગ્યા જ ડૂબી ગઈ. લાઈટ ન હોવાથી ઈલેક્ટ્રિક સ્મશાન પણ બંધ રહ્યું.

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget