Hun To Bolish | હું તો બોલીશ | આ દૂષણથી મુક્તિ ક્યારે?
ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ધોરણ 8થી 10માં ભણતા અને 13થી 15ની ઉંમરના વિદ્યાર્થીઓમાં તમાકુના ઉપયોગનું પ્રમાણ જાણવા ઈન્ટરનેશનલ ઈન્સિટટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સીસ મુંબઈ મારફતે કરાયેલા ગ્લોબલ યુથ ટોબેકો સર્વે ગુજરાત-2019માં વિગતો સામે આવી હતી કે, 6.3 ટકા વિદ્યાર્થી અને 4.2 ટકા વિદ્યાર્થીનીઓ તમાકુનું સેવન કરે છે. જ્યારે 5.7 ટકા વિદ્યાર્થીઓ અને 4.1 ટકા વિદ્યાર્થીનીઓ ધુમ્રપાન કરે છે. જેમાં 4.4 ટકા વિદ્યાર્થી અને 1.9 ટકા વિદ્યાર્થીનીઓ સિગારેટ, જ્યારે 3.2 ટકા વિદ્યાર્થી અને 3.4 ટકા વિદ્યાર્થીનીઓ બીડી પીવે છે.. આ સર્વે ગુજરાતની 11 સરકારી અને 23 ખાનગી મળી કુલ 34 શાળાઓમાં કરાયો હતો. જેમાં 3 હજાર 720 વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા હતા. તમાકુ ખાતાં વિદ્યાર્થીઓ પૈકી 6.1% ગામડાનાં અને 3.3% શહેરનાં છે. ધૂમ્રપાન કરનારામાં 5.9% ગામડાનાં અને 2.7% શહેરનાં છે. ગામડાનાં 4% વિદ્યાર્થી સિગારેટ અને 3.9% બીડી પીવે છે. જ્યારે શહેરનાં 1.5% વિદ્યાર્થી સિગારેટ અને 1.3% બીડી પીવે છે.