Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-સ્કૂલોને કેમ પડ્યો વાંધો?
રાજ્યનાં વિવિધ શહેરોમાં ચાલતી પ્રી-સ્કૂલને લઈ રાજ્ય સરકારે કડક નિયમોની અમલવારી શરૂ કરી છે જેના વિરોધમાં પ્રી-સ્કૂલના સંચાલકો હડતાળ પર ઊતર્યા છે. આજે રાજ્યમાં અંદાજે 40 હજાર જેટલી પ્રી-સ્કૂલ બંધ રાખી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યું. અમદાવાદના રિવરફ્રન્ટ પાસે પ્રિ-સ્કૂલના સંચાલકોએ હાથમાં પોસ્ટર અને બેનર્સ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. રાજકોટમાં પ્રિ-સ્કૂલના સંચાલકોએ મૌન રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું. રાજકોટ શહેરમાં 500 કરતા વધારે પ્રિ-સ્કૂલ આવેલી છે. સુરતમાં પણ 2 હજાર પ્રી-સ્કૂલ હડતાળમાં જોડાઈ. વડોદરામાં ગુજરાત ઈન્ડિપેન્ડન્ટ પ્રિ-સ્કૂલ એસોસિએશનના 1 હજારથી વધુ પ્રિ-સ્કૂલના સંચાલકો હડતાળમાં જોડાયા. જો, નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચરી. મોરબીમાં પણ ગુજરાત ઈન્ડિપેન્ડન્ટ પ્રિ-સ્કૂલ એસોસિએશને મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું...

ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
