હું તો બોલીશઃ સરકારે વધારી સમયમર્યાદા
સરકારે ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી માટેની નોંધણીની સમયમર્યાદા વધારી 22 સપ્ટેમ્બર સુધી લંબાવી છે. પહેલા ટેકાના ભાવે નોંધણીનો સમય 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર રાખવામાં આવ્યો હતો. જેમાં અઠવાડિયાનો સમયવધારો કરાયો છે. મગફળી, મગ, અડદ અને સોયાબીનની નોંધણી હવે ખેડૂતો 22 સપ્ટેમ્બર સુધી ઈ-ગ્રામ કેન્દ્રો અને VCE મારફતે વિનામૂલ્યે કરી શકશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, મગફળી પાકની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી શરુ થયાના પ્રથમ દિવસે જ ટેકનિકલ કારણોસર એક દિવસ માટે નોંધણી પ્રક્રિયા બંધ રહી હતી. આ ઉપરાંત ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મગફળીનું વાવેતર પુષ્કળ થયું હોવાથી અનેક ખેડૂતો અને ખેડૂત સંગઠનો દ્વારા ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણીની સમય મર્યાદા લંબાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી.





















