પાકિસ્તાનના વિદેશ મંત્રી પર ફેંકાઇ સ્યાહી, મોં ધોઇને પુરુ કર્યું ભાષણ, જુઓ વીડિયો
લાહોરઃ પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફ પર સ્યાહી ફેંકવામાં આવી છે. ખ્વાજા આસિફ પંજાબમાં પાર્ટી કાર્યકર્તાઓએ સંબોધિત કરી રહ્યા હતા તે દરમિયાન તેમના પર એક ધાર્મિક કટ્ટરપંથી વ્યક્તિએ સ્યાહી ફેંકી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
એક રિપોર્ટ પ્રમાણે, આરોપીએ પોલીસને જણાવ્યું કે, આસિફની પાર્ટીએ પેયગંબર મોહમ્મદના ઇસ્લામના અંતિમ નબી હોવાની માન્યતાને બંધારણના માધ્યમથી બદલવાનો પ્રયાસ કર્યો છે જેનાથી તેમની ભાવનાઓને હાનિ પહોંચી છે. પાર્ટીના કાર્યકર્તાઓએ ઘટના બાદ આરોપી સાથે મારપીટ કરી હતી અને બાદમાં તેને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.
વાસ્તવમાં ખ્વાજા આસિફ સિયાલકોટમાં પીએમએલ-એનના કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની પાસે ઉભેલા વ્યક્તિએ ખ્વાજાના ચહેરા પર સ્યાહી ફેંકી હતી. જોકે, બાદમાં ખ્વાજાએ મોં ધોઇ પાછા ફર્યા હતા અને પોતાનું ભાષણ પુરુ કર્યું હતું. સ્યાહી ફેંકનારી ઓળખ ફૈઝ રસૂલ તરીકે થઇ છે. પોલીસના મતે રસૂલનો કોઇ રાજકીય પાર્ટી સાથે સંબંધ નથી.
![Canada News: ટ્રુડોના રાજીનામા બાદ કેનેડાએ ફેમેલિ વર્કપરમિટમાં કર્યો મોટો સુધારો, ભારતીયોને થશે ફાયદો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/16/290230f5fcddaf4b4116f3b7118e9df41737012759409722_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![America Fire: સતત આઠમા દિવસે નથી બુઝાઈ આગ, આગામી 24 કલાક માટે અપાયું એલર્ટ Watch Video](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/15/83a61e6744299048f9dc458de62852d91736925280130722_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![USA Fire News: લોસ એન્જલસમાં 25 હજાર એકરમાં ફેલાઈ આગ, હોલીવૂડ સ્ટાર્સના બંગલા ખાખ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/10/6791f4dfd7d33c127a47da381ccd166c1736487956003722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Wildfires in Los Angeles: અમેરિકાના લોસ એન્જલસમાં લાગી ભીષણ આગ,પાંચના મોત, 70,000નું કરાયું રેસ્ક્યૂ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/09/b8c9655d5326c6e5cb0d60cc1e239bde1736407657929722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/08/358d2d9f1c92787ec1482a63c58ba1101736325220142722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)