Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં અહીં તૂટી પડશે 12 ઇંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં અહીં તૂટી પડશે 12 ઇંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. આગામી દિવસોમાં ગુજરાતમાં અનરાધાર વરસાદની શક્યતા . આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી. ઉત્તર ગુજરાતમાં અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટા. 16 થી 21 ઓગસ્ટ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા. 27 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ - સૌરાષ્ટના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ. કેટલાક વિસ્તારોમાં 12 ઈંચથી વઘુ વરસાદની શક્યતા. દ્વારકા, પોરબંદરના વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા.
ગુજરાતમાં ફરી એકવાર લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે, નવા અપડેટ પ્રમાણે, આજથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે. હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગના અનુસાર, રાજ્યમાં એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે. આજે રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આજે ભારે વરસાદ ખાબકી શકે છે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 65 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ખાસ વાત છે કે, સવારે કેટલાક વિસ્તારમાં ધોધમાર તો કેટલાક વિસ્તારમાં ધીમીધારે વરસાદ ખાબક્યો હતો.
















