31st Celeberation In Ahmedabad | 31મી ડિસેમ્બરની ઉજવણીને લઈ અમદાવાદમાં જોરદાર તૈયારી
31st Celeberation In Ahmedabad | અમદાવાદમાં આવતી કાલે થર્ટી ફર્સ્ટ ની ઉજવણી થવાની છે ત્યારે ઉજવણીની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. અમદાવાદ રીંગરોડ ફરતી આવેલ વિવિધ પાર્ટી પ્લોટ માં 31 ની ઉજવણી ની તૈયારીઓ ચાલી રહી છે. રીંગરોડ પાસે આવેલ સ્કાય પાર્ટી પ્લોટ માં સતત ૧૨ કલાક સુધી થર્ટી ફર્સ્ટ ઉજવણી ચાલવાની છે. આયોજકો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે પહેલીવાર આ પ્રકારે સતત ૧૨ કલાક સુધી અમદાવાદના યુવાનો નવા વર્ષની ઉજવણી કરવાની તક મળશે. બપોરે 4 કલાકથી લઈને સવારે ચાર કલાક સુધી 31 ની ઉજવણી ચાલશે, જે માટે એક કરતાં વધારે ડીજે હશે. 31 ની ઉજવણીમાં પોલીસ બંદોબસ્ત અને ખાનગી સુરક્ષા એજન્સીઓની મદદથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર નજર રાખવામાં આવશે સાથે સાથે સીસીટીવી મોનિટરિંગ અને ખાસ એમ્બ્યુલન્સ અને ડોક્ટર ની ટીમ સ્ટેન્ડ બાય રહેશે



















