Ahmedabad Home Collapse : ધનાસુથારની પોળમાં મકાન ધરાશાયી, 30 વર્ષીય મહિલાનું મોત
Ahmedabad Home Collapse : ધનાસુથારની પોળમાં મકાન ધરાશાયી, 30 વર્ષીય મહિલાનું મોત
અમદાવાદમાં ધનાસુથારની પોળમાં મકાન ધરાશાયી થયું હતું. મકાન ધરાશાયી થતા એક મહિલાનું મોત થયું હતું. બે મહિલા મકાનના કાટમાળ નીચે દટાઇ હતી. 30 વર્ષીય મહિલાનું મોત થયું હતું જ્યારે એક મહિલાનો બચાવ થયો હતો. જર્જરિત મકાન અંગે AMCએ તપાસ શરૂ કરી હતી.
અમદાવાદના નિકોલમાં દોઢ ઈંચ વરસાદમાં પ્રશાસનની પોલ ખૂલી હતી. નિકોલમાં એક મહિના બાદ ફરી એકવાર પાણી ભરાયા હતા. એક મહિના બાદ ગોપાલ ચોક વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો. ડ્રેનેજના પાણી કે વરસાદના પાણી તેને લઈ સ્થાનિકોમાં અસમંજસ છે. આવનારા ચોમાસામાં ગોપાલ ચોકની સ્થિતિ બગડવાનું નિશ્ચિત છે.
રાજ્યમાં સવારથી અત્યાર સુધીમાં 34 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ચાર કલાકમાં ડાંગમાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. ચાર કલાકમાં ઝઘડિયા, ભરૂચમાં એક-એક ઈંચ, ચાર કલાકમાં સુબીર, વાલિયામાં પોણો ઈંચ, સોનગઢ, કરજણમાં અડધો ઈંચ, હાંસોટ, સતલાસણામાં અડધો ઈંચ, અંકલેશ્વર, ઠાસરા, શિનોરમાં પણ છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. વ્યારા, મહુવા, ચીખલી, હાલોલમાં વરસાદ વરસ્યો હતો.





















