Ahmedabad Murder Case: અમદાવાદ શહેરમા એક જ દિવસમાં બે બે હત્યાથી રક્તરંજિત થયું
એક જ દિવસમાં બે બે હત્યાથી રક્તરંજિત થયું અમદાવાદ શહેર. અસારવા સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં બુધવારે રાત્રે ખેલાયો ખુની ખેલ
એક જ દિવસમાં બે બે હત્યાથી રક્તરંજિત થયું અમદાવાદ શહેર. અસારવા સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં બુધવારે રાત્રે ખેલાયો ખુની ખેલ. સુરેશ ભીલ નામના યુવકની હત્યા કર્યાનો તેના જ મિત્રો પર લાગ્યો આરોપ. મૃતક સુરેશના પરિવારજનોએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ ચાલીમાં કેમ આવ્યો તેમ કહીને ભાવેશ, મહેલુ અને કરણ નામના આરોપીઓએ તીક્ષ્ણ હથિયારથી સુરેશ ભીલની હત્યા કરી નાંખી. આરોપી મૃતક સુરેશના મિત્રો જ છે.. રોજ તેઓ સાથે જ ફરતા હતા. જો કે ચાલીમાં આવવાને લઈને સુરેશને આરોપીઓ સાથે બોલાચાલી થઈ. જે બોલાચાલી હત્યામાં પરિણમી. હાલ તો શાહીબાગ પોલીસે હત્યાનો ગુનો નોંધીને ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી.




















