Ahmedabad Janata Raid: ગોપાલ આવાસમાં જનતા રેડ, જાણો પોલીસે શું કર્યો દાવો?
Ahmedabad Janata Raid: ગોપાલ આવાસમાં જનતા રેડ, જાણો પોલીસે શું કર્યો દાવો?
ગામડાઓમાં તો દારૂને લઈ જનતા રેડ પડતી હોય છે, તો હવે મેગાસિટી અમદાવાદમાં પણ સ્થાનિકોએ દારૂ મળતા હોવાના આક્ષેપ સાથે સેટેલાઈટના જોધપુર વિસ્તારમાં જનતા રેડ કરી પોલીસને બોલાવી હતી, તો પોલીસનું કહેવું છે કે, અહીંયા દારૂ મળતો નથી, જનતા દારૂ સુધી પહોંચી ગઈ અને પોલીસ હજી પણ માનવા માટે તૈયાર નથી..
અમદાવાદના જોધપુર વિસ્તારમાં જનતાએ દારૂ રેડ પાડી હોવાની વાત સામે આવી છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે, આવાસના મકાનમાં દારૂ મળે છે અને લોકો દારૂ પીવે છે અને વિસ્તારમાં ટંટો ઉભો કરે છે, ત્યારે સ્થાનિકોએ ભેગા મળીને જનતા રેડ કરી હતી, તો પોલીસે જનતા રેડ થઈ ન હોવાનો દાવો કર્યો છે, શું ખરેખર આવાસના મકાનોમાં દારૂ મળે છે અને જો મળે છે દારૂ તો તે પોલીસ સ્ટેશનના વિસ્તારના પીઆઈ સાહેબને કેમ ખબર નથી, અને ખબર છે તો રૂપિયા લઈ બુટલેગરને છાવરવામાં આવે છે ?



















