Ahmedabad Police VIDEO: DGPના આદેશ વચ્ચે અમદાવાદ પોલીસની લાપરવાહીનો પર્દાફાશ
DGPના આદેશ વચ્ચે અમદાવાદમાં પોલીસ પેટ્રોલિંગના દાવાના ધજાગરા. પેટ્રોલિંગ દરમિયાન કર્મચારીઓ ખાટલો ઢાળી સૂતા ઝડપાયા. કિન્નરોએ સૂતેલા પોલીસ કર્મચારીએ જગાડી કરી બબાલ.
અમદાવાદમાં નાઇટ પેટ્રોલિંગની ખૂલી પોલ..બાપુનગરમાં યુવક પર હુમલાની ઘટના સમયે PCRમાં ફરજ પરના પોલીસ કર્મચારીઓ નિંદર માણી રહ્યા હોવાનો આરોપ. સ્થાનિકોએ પોલીસની બેદરકારીનો બનાવ્યો વીડિયો. હત્યા બાદ તેમના પરિચિતોએ આરામ ફરમાવતા પોલીસકર્મીઓને ઉઠાડ્યા
અમદાવાદમાં પોલીસના નાઈટ પેટ્રોલિંગની પોલ ખોલતો વીડિયો વાયરલ. એક તરફ શહેરના બાપુનગર વિસ્તારમાં નજીવી બાબતે યુવકની હત્યા બીજી તરફ એ જ વિસ્તારમાં પોલીસના કર્મચારીઓ રાત્રી દરમિયાન ખાટલો ઢાળીને મીઠી નિંદર માણતા જોવા મળ્યા. એક પોલીસકર્મી ખાટલામાં તો બાકીના પોલીસકર્મી પીસીઆર વાનમાં મીઠી નિંદર માણી રહ્યા હતા. જે યુવક વિશાલ શ્રીમાળીનું મૃત્યુ થયું તેના પરિચિત કિન્નરોએ ઉતાર્યો પોલીસનો વીડિયો. પોલ ખુલી જતા પોલીસકર્મીઓ નજર બચાવતા જોવા મળ્યા
















