Ahmedabad news: abp અસ્મિતાના અહેવાલ બાદ અમદાવાદમાં વીજ કરંટથી દંપતિના મોત કેસમાં આખરે નોંધાયો ગુનો
એબીપી અસ્મિતાના અહેવાલ બાદ અમદાવાદના નારોલમાં વીજ કરંટથી દંપતિના મોત કેસમાં આખરે નોંધાયો ગુનો. નારોલ પોલીસે મ્યુનિસિપિલ એન્જિનયર, કોંટ્રાક્ટર, ટેક્નિકલ સુપરવાઈઝર, આસિસ્ટન્ટ એન્જિનિયર સહિત પાંચ સામે ગુનાહીત બેદરકારી દાખવવાની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. નારોલમાં રુદ્રગીન ફ્લેટના રહેવાસી રાજન સિંઘલ અને તેમના પિતા હરજીવનબાઈને એલજી હોસ્પિટલમાં ટિફિટ આપવા પત્ની અંકિતાને બાઈક પર લઈ ગયા હતા. જ્યાંથી તેઓ પાછા ફરી રહ્યા હતા..ત્યારે મટનગલીમાં વરસાદી પાણીથી ભરાયેલા રસ્તા પરથી પસાર થતી વખતે તેમને વીજ કરંટ લાગ્યો અને મૃત્યુ પામ્યા હતા. તપાસમાં ખૂલ્યું છે કે સ્ટ્રીટ લાઈટના થાંભલા કાઢી નાખ્યા બાદ વાયરોનું યોગ્ય રિપેરિંગ ન થવાના કારણે પાણીમાં કરંટ ફેલાયો હતો. જેના કારણે દંપતીનું મોત નિપજ્યું. કોર્પોરેશનની બેદરકારીના કારણે જ આ ઘટના બની હોવાનો એબીપી અસ્મિતાએ પર્દાફાશ કર્યો હતો..



















