Amit Shah In Ahmedabad : 2036માં અમદાવાદમાં ઓલિમ્પિક લાવાની પૂરી તૈયારી , અમિત શાહનું મોટું નિવેદન
Amit Shah In Ahmedabad : 2036માં અમદાવાદમાં ઓલિમ્પિક લાવાની પૂરી તૈયારી , અમિત શાહનું મોટું નિવેદન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ભારતમાં સૌથી મોટું અને દુનિયામાં સૌથી અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આજે આપણે ઉદ્ઘાટન કરી રહ્યા છીએ. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં બીજા નંબરની કલ્પના હવે ભારતે કરવી ના જોઈએ, ભાઈ. એમણે આપણી સામે લક્ષ્ય રાખ્યું છે કે 2047માં દરેક ક્ષેત્રની અંદર આ આપણું ભારત દુનિયામાં એક નંબર પ્રાપ્ત કરે, એવા ભારતની રચના કરવાનું કામ આપણું છે અને જ્યારે દરેક ક્ષેત્રની વાત થાય, ત્યારે સ્પોર્ટ્સ, ખેલ જગત એ તો આ દેશનો આત્મા છે. સૌથી પહેલી રમત-ગમતની શરૂઆત દુનિયામાં ક્યાંય થઈ હોય, તો ભારતમાં થઈ અને દુનિયાનો સૌથી યુવાન દેશ ભારત અને એ જો સ્પોર્ટ્સમાં પાછો રહી જાય, તો શું થાય? મોદી સાહેબે ખાલી યોજનાઓ નહીં, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્લ્ડ ક્લાસ હોવું જોઈએ, ખેલાડીઓની ટ્રેનિંગ વર્લ્ડ ક્લાસ હોવી જોઈએ, ખેલાડીઓનું સિલેક્શન પારદર્શી હોવું જોઈએ અને જે રમે છે, જે સાચું સારું રમે છે, એને ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળવી જોઈએ.
મિત્રો, આપણા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અને અમદાવાદની જુદી જુદી સ્પોર્ટ્સ ફેસિલિટીમાં વિશ્વભરની પોલીસ અને ફાયર બ્રિગેડની રમત-ગમતની સ્પર્ધાઓ ભારતમાં 2029માં થવાની છે અને થોડાક જ સમયમાં ભારતે બીડ મોકલી દીધી છે. થોડાક જ સમયમાં કોમનવેલ્થ પણ આપણા અમદાવાદમાં રમાવાની મંજૂરી આવવાની પૂરી શક્યતાઓ છે અને 2036માં અમદાવાદ શહેરમાં ઓલમ્પિક લાવવા માટે પણ ભારત સરકાર બધા પ્રકારની તૈયારીઓ કરી રહી છે. અહીંયા અલગ-અલગ પ્રકારની 2036 સુધી તે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ અમદાવાદની અંદર આવવાથી અમદાવાદ ન કેવલ ગુજરાત, પૂરા એશિયાનું સ્પોર્ટ્સનું સેન્ટર બને, એ પ્રકારની વ્યવસ્થા થઈ રહી છે.



















