Ahmedabad Heavy Rain: સતત બીજા દિવસે અમદાવાદમાં ધોધમાર વરસાદ
અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે કાળા ડિંબાગ વાદળો વચ્ચે મેઘમહેર જોવા મળી, બપોરના સમયે ઘેરા વાદળો વચ્ચે વરસાદ તૂટી પડતાં વિઝિબિટીલીટી ઘટી હતી. જેના કારણે વાહનચાલકોએ વાહનોની ગતિ ધીમી કરવાની ફરજ પડતાં રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ભારે વરસાદના કારણે ટ્રાફિર અવરોધાયો હતો. અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદ વરસતા વાતાવરણ ખુશનૂમા બન્યુ છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમમાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. અમદાવાદ શહેરમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો.
અડધા કલાકના વરસાદમાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. શહેરના એસજી હાઈવે, વૈષ્ણોદેવી સર્કલ, ગોતા, સોલા, પકવાન, નવરંગપુરા, અખબારનગર, રાણીપ, વાડજ, થલતેજ, સાયન્સ સિટી, શેલા, શીલજ બોપલ, પૂર્વના શાહીબાગ, મણિનગર, પાલડી, મેઘાણીનગરમાં વરસાદ વરસતાં અનેક રોડ પાણી પાણી થઇ ગયા છે.





















