Anand Accident : આણંદ પાસે શ્વાન આડું ઉતરતા કાર મારી ગઈ પલટી, 2ના મોત; 3 ગંભીર
Anand Accident : આણંદ પાસે શ્વાન આડું ઉતરતા કાર મારી ગઈ પલટી, 2ના મોત; 3 ગંભીર
તારાપુર બગોદરા સિક્સ લેન હાઇવે ઉપર અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 યુવકોના મોત નીપજ્યા છે, જ્યારે 3 યુવકોની હાલત હજુ ગંભીર છે. તારાપુરના વરસડા પાસે સર્જાયો અકસ્માત. હાઇવે ઉપર શ્વાન આડો પડતા કાર ચાલકે ગુમાવ્યો કાબુ. કાર રોડ ડિવાઈડર સાથે ભટકાતા સર્જાયો અકસ્માત. વડોદરા થી પાંચ મિત્રો જઈ રહ્યા હતા સાળંગપુર. અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. 3 ની હાલત ગંભીર છે. ઇજાગ્રસ્તો ને સારવાર અર્થે ખસેડાયા છે. વડોદરાના નાગરવાળા ના પ્રવીણ પંડ્યા અને અટલાદરાના જીગ્નેશ વસાવાનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. અકસ્માતને પગલે લોકો આસપાસથી દોડી આવ્યા હતા. તેમજ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો તેમજ ઘાયલોને સારવાર માટે ખસેડ્યા હતા.





















