Bhavnagar Flood: ભારે વરસાદ બાદ ભાવનગરમાં પૂરની સ્થિતિ, પરિવાર સાથે તણાઈ ગઈ કાર
Bhavnagar Flood: ભારે વરસાદ બાદ ભાવનગરમાં પૂરની સ્થિતિ, પરિવાર સાથે તણાઈ ગઈ કાર
ભાવનગર- ગારીયાધાર હાઈવે રોડ ભારે વરસાદના કારણે પ્રભાવિત થયો છે. ભારે વરસાદના કારણે ગારીયાધાર ના પરવડી ગામ નજીક વરસાદના પાણી ફરી મળતા હાઈવે રોડ પાણીમાં ગરકાવ થયો છે. ગારીયાધાર તાલુકા પથકમાં 4 ઈંચ થી વધુ વરસાદ ખાબકતા ગ્રામજનોની મુશ્કેલી વધી છે. છેલ્લા સાડા ત્રણ કલાકથી ભાવનગર- ગારીયાધાર હાઈવે રોડ ને પરવડી ગામ પાસેથી બંધ કરવામાં આવ્યો છે. પાણીના પ્રવાહમાં કાર તણાય હતી, જેનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું.
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામાં વધુ એક કાર તણાઈ હોવાનો બનાવ સામે આવ્યો . મોટી વાવડી થી પરવડી રોડ ઉપર આવેલા કોઝવેમાં કાર તણાઈ હતી જેમાં ત્રણ લોકો સવાર હતા. GJ- 04- AX 7108 નંબરની કાર હતી જેમાં ભાવનગરના ત્રણ યુવકો સવાર હતા. સદ નસીબે આ ત્રણેય યુવકોને ગ્રામજનો દ્વારા બચાવી લેવામાં આવ્યા . ફસાયેલા ત્રણેય યુવકો બાવળના સહારે લટકાઈને મદદ ની રાહ જોઈ રહ્યા હતા. ગ્રામજનો ની મદદ થી દોરડા વડે વિશાલ જાળવલીયા, મુકેશ બધેલા અને હસમુખ નામના ફસાયેલા ત્રણેય યુવકોના જીવ બચાવાયા.





















